Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

સ્ટર્લિંગ પાછળ ધરમનગરમાંથી શાહરૂખ રૂ. ૬૫૭૦૦ના દારૂ સાથે પકડાયોઃ પીકઅપ વેન અને ટુવ્હીલર પણ કબ્જેઃ મહેબુબખાન પઠાણની શોધખોળ

રાજકોટઃ યુનિવર્સિટી પોલીસ મથકના  સ્ટાફે બાતમી પરથી ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૨૬/૭૬૬માં રહેતાં મહેબુબખાન હુશેનખાન પઠાણના ઘરમાં તેના ડ્રાઇવર શાહરૂખ અનવરભાઇ સમા (ઉ.૧૯-રહે.કોઠારીયા રોડ, અંકુર સોસાયટી-૩)ને રૂ. ૬૫૭૦૦ના વિદેશી દારૂની ૨૧૯ બોટલ સાથે પકડી લીધો હતો. બહાર પડેલી બોલેરો પીકઅપ વેન જીજે૩બીવી-૧૪૬૪માંથી આ બોટલો મળી હતી. પોલીસે  દારૂ, પીકઅપવેન, એકસેસ નં. જીજે૩એફસી-૯૨૮૨ મળી કુલ રૂ. ૫,૪૦,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરી મહેબૂબખાનની શોધખોળ હાથ ધરી છે.

પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયાની રાહરબરીમાં પીએસઆઇ બી. જે. કડછા, હેડકોન્સ. હરેશભાઇ પરમાર, કોન્સ. અમીન કરગથરા, રવિરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજેશ મિંયાત્રા સહિતે આ દરોડો પાડ્યો હતો.

(12:03 pm IST)