Gujarati News

Gujarati News

News of Sunday, 24th June 2018

ભાવનગર રોડ પર વરલી રમતો રાજુ મકવાણા પકડાયો

ભાવનગર રોડ પર રાજમોત મીલ પાસે વરલી ફીચરના આંકડા પર જૂગાર રમાડી રહેલા રાજૂ કિશોરભાઇ મકવાણા (ઉ.૩૨-રહે. રાવણ ચોક, ચુનારાવાડ)ને થોરાળાના એએસઆઇ ડી. કે. ડાંગર, વિજય મેતા સહિતે પકડી લઇ રૂ. ૧૦૯૦ તથા ચિઠ્ઠીઓ કબ્જે કરી હતી.

(11:57 am IST)
  • UK-India Week 2018 - શિલ્પા શેટ્ટી - ગ્લોબલ ઈન્ડિયન આઈકન : યુકે અને ભારત વચ્ચે વિનિંગ પાર્ટનરશીપની ઉજવણી કરવા માટે બીજો વાર્ષિક યુકે-ઈન્ડિયા એવોર્ડ સમારંભ યોજાઈ ગયો. 2018 ઈવેન્ટમાં એવા વ્યક્તિઓ અને સંગઠનો કે જેમણે આ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યુ તેમની સ્વીકૃતિ અને ઉજવણી કરવામાં આવી. ગ્લોબલ ઈન્ડિયન આઈકન એવોર્ડ શિલ્પા શેટ્ટી કુંદ્રાને આપવામાં આવ્યો. access_time 12:53 am IST

  • બિહારમાં લોકસભા ચુંટણી પૂર્વે ભાજપ અને નીતીશકુમાર(JDU) વચ્ચે ઘર્ષણ થયું શરુ : બિહારમાં આગામી લોકસભા માટે એનડીએની ભાગીદારીમાં સીટો વહેંચવા મુદ્દે વાતચીત હાલ ચાલુ નથી થઇ, પરંતુ જેડીયુએ મોલભાવ ચાલુ કરી દીધો છે. નિવેદનબાજી તમામ તરફથી જોરો પર ચાલી રહી છે. એનડીએમાં ભાજપ સહિત જેડીયુ, એલજેપી, આરએલએસપી પણ જોડાયેલી છે. સૌથી વધારે દરાર ભાજપ અને જેડીયુમા જોવા મળી રહી છે. જેડીયુએ 25 સીટો પર દાવો ઠોકીને વિવાદને હવા આપી છે. પ્રદેશનાં નેતા એકબીજાને દાવાઓ કાપી રહ્યા છે. access_time 12:44 am IST

  • હવેથી જે વ્યાપારીઓ અનાજ અને કરિયાણામાં ભેળસેળ કરશે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે. આના માટે સરકાર પોતાના અખાદ્ય સુરક્ષા કાયદામાં મોટા બદલાવ કરવાની તૈયારી કરી રહી છે. આ કાયદા અનુસાર અનાજ-કરિયાણામાં ભેળસેળ કરનારા લોકો પર કાયદાનો સકંજો કસાશે. નવા કાયદા અનુસાર અનાજ-કરિયાણા-ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ કરનારાને આજીવન કેદ અને દસ લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. access_time 12:18 am IST