Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ભારત પ્રોવીઝન સ્ટોર વિરૂધ્ધ ભાડુતી જગ્યા ખાલી કરવાનો દાવો નામંજુર

રાજકોટ, તા., ૨૪: રાજકોટ શહેરમાં ર ભકિતનગર સ્ટેશન રોડ પાસે ડો.ડાયાભાઇના દવાખાનાની સામે આવેલ ભારત પ્રોવીઝન સ્ટોરના નામથી વર્ષો જુના ભાડુઆત મનસુખભાઇ  છગનભાઇ પટેલની ભાડાવાળી દુકાન પ્રતિવાદી મકાન માલીકની મિલ્કતમાં આવેલ હતી. પ્રતિવાદી સદરહું મિલ્કત ખાલી કરાવવાનો પ્રયત્ન કરતા તથા વાદી-ભાડુઆતની ભાડાવાળી દુકાનને નુકશાન થાય તે રીતે તોડફોડ બાંધકામ કરવાનો પ્રયત્ન કરતાં વાદી વર્ષો જુના ભાડુઆતે પ્રતિવાદી મકાન માલીક સામે વિજ્ઞાપન તથા કાયમી મનાઇ હુકમ મેળવવાનો દાવો દાખલ કરેલ જેમાં અદાલતે પ્રતિવાદી-મકાન માલીકને અરજન્સ શો-કોઝ નોટીસનો હુકમ કરેલ હતો અને કેસ ચાલતા ભાડુતી જગ્યા ખાલી કરવાનો દાવો સ્મોલકોઝ કોર્ટે રદ કર્યો હતો

પ્રતિવાદી-મકાન માલીક દ્વારા અદાલત સમક્ષ વાદી-ભાડુઆતના દાવાના જવાબ વાંધા રજુ કરી સામે કાઉન્ટર કલેઇમ કરી ભાડાવાળી જગ્યા ખાલી કરાવવા સંબંધે દાવો કરેલ જે દાવામાં ભાડુઆતને રાજકોટ શહેરમાં સાધુ વાસવાણી રોડ ઉપર ન્યુ પરીમલ સોસાયટીમાં  જનકપુરી ચોકમાં ભારત પ્રોવીઝનના નામથી  ધંધો કરે છે તેવી તકરાર લીધેલ અને ભાડુ ચુકવતા નથી તેવી તકરાર લીધેલ.

અદાલતે બન્ને પક્ષકારો દ્વારા રજુ થયેલ રજુઆતો, તેના સમર્થનમાં દસ્તાવેજી પુરાવા વિગેરે ધ્યાને લઇ વાદી વર્ષો જુના ભાડુઆત છે તેની હકીકત માનીને તેમનો દાવો મંજુર કરેલ છે જયારે પ્રતિવાદી મકાન માલીક દ્વારા કાઉન્ટર કલેઇમ કરીને જે તકરાર લીધેલ છે તેમાં નોન પેમેન્ટની તકરાર લીધેલ છે. પરંતુ કાયદાની જોગવાઇ મુજબ નોટીસ પાઠવેલ નથી તેમજ અલ્ટરનેટીવ એકોમોડેશનની જે તકરાર ઉઠાવેલ છે તે તકરારના સમર્થનમાં કોઇ લેખીત પુરાવો રજુ કરેલ નથી તેમ માની મકાન માલીકનો ભાડાવાળી જગ્યા ખાલી કરાવવાનો દાવો નામંજુર કરેલ છે.

આ કામના વાદી-ભાડુઆત ભારત પ્રોવીઝન સ્ટોરના માલીક મનસુખભાઇ છગનભાઇ પટેલ તરફે  રાજકોટના એડવોકેટ પરેશ મારૂ, દિલીપ ચાવડા રોકાયેલ હતા.

(3:47 pm IST)
  • વડાપ્રધાન મોદી સાથે આવતીકાલે સવારે ૯ વાગ્યે અક્ષયકુમાર કરશે કઈક નોખી અનોખી મુલાકાત : અત્યારે ચુંટણીના માહોલમાં જ્યારે આખો દેશ રાજનીતિની વાતો કરી રહ્યો છે ત્યારે અક્ષયકુમાર આ મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી મોદી સાથે સંપૂર્ણપણે બિન રાજકીય અને કઈક જુદીજ અંતરંગ વાતો કરશે : આ સમગ્ર મુલાકાતનું ટેલીકાસ્ટ ANI સમાચાર સંસ્થાના સોશ્યલ મીડિયા હેન્ડલ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે access_time 10:34 pm IST

  • કોંગ્રેસ સત્તામાં હોય છે ત્યારે આતંકવાદીઓ અને માઓવાદીઓનો આત્મવિશ્વાસ વધે છે :વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આકારા પ્રહાર કરતા લોહરદગામાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માત્ર એક પરિવાર માટે વિચારે છે અને તેના માટે જ સમર્પિત છે :અન્ય તેના માટે માત્ર વોટબેન્ક છે access_time 1:08 am IST

  • યુપી- રાજસ્થાનમાં આંધી- તોફાન- ધુળનું વાવાઝોડુ ફુંકાશેઃ ૩૦ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ તામીલનાડુ- શ્રીલંકાના પૂર્વીય તટો પર ૪૮ કલાકમાં ચક્રાવતી તોફાન ત્રાટકશે :અરબી સમુદ્ર તથા દક્ષીણ- પશ્ચિમ બંગાળાની ખાડી અને દક્ષીણ પૂર્વ શ્રીલંકા ઉપર ભૂમધ્ય લો પ્રેશર કાલે સર્જાઈ શકે છેઃ જે ૩૬ કલાકમાં ડિપ્રેશનમાં ફરે તેવી શકયતા છેઃ હિમાચલ, જમ્મુ- કાશ્મીર, બિહાર, ગંગીય પશ્ચિમ બંગાળ, ઓડીશા, છત્તીસગઢ અને દક્ષીણી આંતરીક કર્ણાટકમાં અલગ- અલગ જગ્યાએ ૩૦ થી ૪૦ કિ.મી. પવનની ગતી સાથે આંધી- તોફાન અને વિજળી પડી શકે છેઃ હવામાન ખાતુ access_time 3:48 pm IST