Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

નરેન્દ્રભાઈની જીતથી ખૂબ જ આનંદ, મોદીની અને પોતાની પીડા દૂર થઈઃ પૂ. દયાનંદગીરીબાપુ

જામનગર, તા. ૨૩ :. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના દેવળીયા રોડ ઉપર લાખો લોકોના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી મહાકાળી આશ્રમના મહંત પ.પૂ. દયાનંદગીરીજી મહારાજે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જય જયકાર થતા આ વિજયને વધાવ્યો હતો.

પૂ. દયાનંદગીરીજી મહારાજે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે મોદીની જીતથી ખૂબ જ આનંદ થયો છે. દેશને વિકાસ તરફ આગળ લઈ જતા નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન મળ્યા છે જે આનંદની વાત છે. આ જીતથી મોદીની અને પોતાની પીડા દૂર થઈ છે.

પૂ. દયાનંદગીરીજી મહારાજે ભાજપના વિજયના વધામણા કર્યા હતા અને હજુ વધુ દેશ આગળ વધે તેમજ લોકોને જુદી જુદી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્પર રહેશે તેવી આશા વ્યકત કરી હતી.

(1:09 pm IST)
  • કેરળની વૈનાઇડ બેઠક ઉપર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ૮.૩૮ લાખથી વધુ મતથી આગળ છે જ્યારે યુપીની અમેઠીની બેઠક ગુમાવી રહ્યા છે. access_time 5:47 pm IST

  • મોદી ૩.૮પ લાખ મતોથી આગળ : ગયા વખતે ૩.૭૦ લાખ મતોથી જીત્યા હતા access_time 4:41 pm IST

  • અમિતભાઈનો પોણા ૬ લાખ મતથી વિજય : અડવાણીના વિક્રમને તોડી નવો વિક્રમ સજર્યો : ગુજરાતની એક ડઝનથી વધુ બેઠકો ઉપર ૨ થી ૫II લાખ મતે વિજય : ગાંધીનગર અમિતભાઈ શાહ, બનાસકાંઠા ઉપર પરબત પટેલ, અમદાવાદ પશ્ચિમ કિરીટ સોલંકી, કચ્છ વિનોદ ચાવડા, રાજકોટ મોહન કુંડારીયા, પોરબંદર રમેશ ધડુક, જામનગર પૂનમબેન માડમ, ભાવનગર ભારતીબેન શિયાળ, આણંદ મિતેશ પટેલ, વડોદરા રંજન ભટ્ટ, છોટાઉદેપુર ગીતાબેન રાઠવા, ભરૂચ મનસુખ વસાવા, બારડોલી પ્રભુભાઈ વસાવા, સી.આર. પાટીલ, વલસાડ કે.સી.પટેલ, ૨થી ૫.૭૫ લાખ મતોથી વિજેતા થયા. access_time 2:47 pm IST