Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

સફાઇ કામદારોની ભરતીનો પ્રશ્ન હલ

મુખ્યમંત્રી, મેયર સહીતના પદાધિકારી-અધિકારીઓનો આભાર વ્યકત કરતુ સફાઇ કામદાર એસો.

રાજકોટ તા. ૨૨ : મહાનગરપાલીકામાં સફાઇ કામદારોની ભરતી કરવાનો ઠરાવ પસાર થતા સફાઇ કામદાર એસોસીએશન દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ મેયરથી લઇને તમામ પદાધિકારીઓ અને અધિકારીઓનો આભાર વ્યકત કરાયો છે.

આ અંગે 'અકિલા' ખાતે ખુશી વ્યકત કરતા સફાઇ કામદાર એસો.ના આગેવાનોએ જણાવેલ કે અમોએ અનેક વખત વાલ્મીકી સમાજના સફાઇ કામદારોના ભરતી પ્રશ્ને રજુઆતો કરી હતી. જે ધ્યાને લઇ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, તેમજ મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટે. ચેરમેન ઉદયભાઇ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, પ્રદેશ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, મહામંત્રી દેવાંગભાઇ માંકડ, મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, કશ્યપભાઇ શુકલ, મહામંત્રી જીતુભાઇ કોઠારી, મ્યુ. કમિશ્નર શ્રી બંછાનીધી પાનીએ અંગત રસ દાખવી ીસફાઇ કામદારોની ભરતી અંગેનો ઠરાવ જનરલ બોર્ડમાં પસાર કરાવતા વાલ્મીકી સમાજના હૈયે હરખ છવાયો છે.

મ્યુ. કોર્પો.સફાઇ કામદાર એસો.ના પ્રતિનિધિઓ વાલ્મીકી સમાજના આગેવાનો, યુનિયન મંત્રી શંકરભાઇ વાઘેલા, તુલસીભાઇ બી. વાડોદરા, ભવાનભાઇ શીંગાળા, શ્રવણભાઇ ચૌહાણ, ભરતભાઇ વાઘેલા, છગનભાઇ વાઘેલા, કાળુભાઇ રામજીભાઇ વાઘેલા, પારસભાઇ બી. બેરડીયા, રામદાસભાઇ ડી. પરમાર, ચંદુભાઇ વાઘેલા, શ્રીકાંતભાઇ પરમાર, દેવજીભાઇ નારણભાઇ ભારાણી સહીતના આગેવાનોની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ સફાઇ કામદારોના અન્ય પ્રશ્નોથી લઇને સફાઇ કામદારોના સ્વૈચ્છીક રાજીનામા તેમજ ભરતી જેવા મુદ્દે યથા યોગ્ય ઉકેલ લાવવામાં આવતા આ સફળતામાં સહભાગી બનેલ સૌ કોઇનો સફાઇ કામદાર એસો. દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો છે. કોંગ્રેસના શાસનમાં વાલ્મીકી સમાજનું શોષણ થયુ હતુ. જયારે ભાજપના શાસનમાં ન્યાય મળેલ હોવાનું એસો.ના આગેવાનોએ જણાવ્યુ હતુ.

આગામી ભરતી સમયે  મહાનગરપાલીકામાં ચાલતા ટ્રેડ યુનિયનોને સાથે રાખી બેકાર બેરોજગાર ભાઇ બહેનોની ભરતીમાં પુરતો ન્યાય થાય તેવી અપેક્ષ વ્યકત કરેલ છે.તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા વાલ્મીકી સમાજના આગેવાનો વાલજીભાઇ ભીમજીભાઇ પરમાર, કેશુભાઇ ભીખાભાઇ શીંગાળા, રવિભાઇ દવસીંગભાઇ ચુડાસમા, શૈલેષ મકવાણા, હરેશ વાલજીભાઇ પરમાર, કિરીટ બચુભાઇ ઘાવરી, દલપતભાઇ એમ. ડંડીયા, રસીકભાઇ પુંજાભાઇ વાઘેલા, શંકરભાઇ વાઘેલા વગેરે નજરે પડે છે. તસ્વીર :સંદીપ બગથરીયા)

(3:45 pm IST)