Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

ગો ગ્રીન-ડીજીટલ ઇન્ડીયા : BSNL જુલાઇથી તમામ ટેલીફોન બીલો SMS/ઇ-મેઇલથી મોકલશે

રાજકોટ, તા.રર : બીએસએનએલ -રાજકોટ દ્વારા ડિસ્ટ્રીકટના તમામ ગ્રાહકોને જણાવવાનું કે બીએસએનએલના ડીઝીટલ ઇન્ડીયા અને ગો ગ્રીન-પ્રોજેકટ અંતર્ગત જુલાઇ ર૦૧૯થી તમામ ગ્રાહકોના ટેલીફોન બીલ એસએમએસ-ઇ-મેઇલ દ્વારા (મોબાઇલ-મેઇલ આઇડી પર) મોકલવામાં આવશે. જેના આધારે ટેલીફોન બીલની રકમ ચૂકવણુ નજીકના બીએસએનએલના ગ્રાહક સેવા કેન્દ્ર તથા પોસ્ટ ઓફીસમાં કરી શકાશે.

બીએસએનએલ દ્વારા એસએમએસથી મોકલવામાં આવેલ યુ.આર.એલ. લીંક પર કલીક કરવાથી ગ્રાહક તેનું ટેલીફોન બીલ જોઇ શકશે.

બીએસએનએલના તમામ ગ્રાહકોને જણાવવાનું કે આપ આપના મોબાઇલ નંબર અને ઇ-મેઇલ એડ્રેસ નજીકના ગ્રાહક સેવા કેન્દ્ર પર તાત્કાલીક  નોંધણી-રજીસ્ટર કરાવી દેશો જેથી સમયસર બીલ પ્રાપ્ત થઇ શકે.

(11:43 am IST)