Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે 'અહિંસા' વિષયક નિંબધ સ્પર્ધાનું આયોજન

જૈનાચાર્યોનાં દર્શનાર્થે ભુપેન્દ્રસિંહ ચુડાસમાઃ સ્પર્ધકોને જોડાવવા હાકલ

રાજકોટ,તા.૨૨:શ્રી પાર્શ્વનાથ-પદ્માવતી સમારાધક, શ્રી લબ્ધિ-વિક્ર્મ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થોધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના ૭૫મા જન્મજયંતી વર્ષની 'અહિંસા અમૃત વર્ષ' તરીકે સમસ્ત જૈન સમાજ દ્વારા ભારતભરમાં ઉજવણી થઈ રહી છે. જીવન નિર્માણનાં સંસ્કારી મૂલ્યો નવી પેઢી સુધી પહોંચે તે માટે વિવિધ પ્રેરક કાર્યક્ર્મોનું આયોજન 'અખિલ ભારતીય અહિંસા અમૃત વર્ષ સમિતિ' દ્વારા થઈ રહ્યું છે. આ કાર્યક્ર્મોના પ્રેરિકા જિનશાસનના ગૌરવ સમા, બાલદીક્ષિતા, પરમ વાત્સલ્યમયી, શાસનસેવિકા પૂ.સા.વર્યા પ્રવર્તિની વાચંયમાશ્રીજી મ.સા. (પૂ. બેન મ.સા.) છે. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઉજવણી થઈ રહી છે તેથી આનું સવિશેષ મહત્વ છે.—આ ઙ્ગઅંતર્ગત અહિંસા, ભ્રૂણહત્યા વિરોધ, શાકાહાર, પશુબલિ નિવારણ જેવા વિષયો (કોઈપણ એક અથવા ચારેય વિષયોને સાંકળીને) પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું છે. ઙ્ગમોટી સંખ્યામાં શાળા-કોલેજનાં વિદ્યાર્થીઓ આ પ્રેરક નિબંધ સ્પર્ધામાં ભાગ લઈને પોતાનાં વિચારની અભિવ્યકિત કરે તેવી પ્રેરણા ગુજરાત રાજયના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને આ નિબંધ સ્પર્ધાના સંયોજક પિનાકી નાનકભાઈ મેઘાણીએ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મુલાકાત લઈને આ અંગે વિચાર-વિમર્શ કર્યો હતો.

વિશ્વભરમાં વસતાં કોઈપણ ધર્મ-સંપ્રદાયના દરેક વયના ભાવિકો ગુજરાતી ભાષામાં આ નિબંધ સ્પર્ધામાં ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી ભાગ લઈ શકશે. ઉત્ત્।મ કૃતિઓનાં સ્પર્ધકોને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પ્રથમ ઈનામ – રૂ. ૨૧૦૦૦, દ્વિતીય ઈનામ – રૂ. ૧૫૦૦૦, તૃતીય ઈનામ – રૂ. ૧૧૦૦૦. ચૂંટેલા અન્ય ૧૦૦ સ્પર્ધકોને રૂ. ૫૦૦ પ્રોત્સાહન ઈનામરૂપે આપવામાં આવશે. નિબંધ આ સરનામે મોકલવાનાં રહેશે. પિનાકી મેઘાણી, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, પાર્થસારથી એવેન્યુ, ૯૦૩,કાન્હા, બિલેશ્વ્રર મહાદેવની સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઈટ, અમદાવાદઃ૩૮૦૦૧૫ (મો. ૯૮૨૫૦૨૧૨૭૯). સ્પર્ધકોએ પોતાનું પુરું નામ, સરનામું, મોબાઈલ નંબર અને ઉંમરનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

(4:09 pm IST)