Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

બેડીપરામાં મોબાઇલ આપવાની ના પાડતા મનસુખભાઇ પર હુમલો કરનાર ૮ ઝડપાયા

એહમદરઝા,સમીર,મોહસીન,રીઝવાન,ઇમરાન,અજય, ફૈઝલ અને શબ્બીરને થોરાળા પોલીસે ધરપકડ કરી

રાજકોટ તા.૨૨: બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં યુવાન સહિત ત્રણ વ્યકિતઓ પર હુમલો કરનારા આઠ શખ્સોને થોરાળા પોલીસે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં.૮/૧૦ના ખૂણે રહેતા અને મજૂરી કરતા મનસુખભાઇ તળશીભાઇ કોબીયા (ઉ.વ.૩૮) તા.૧૪ના રોજ તેના મોટા બાપુના દીકરા મયુરની પાનની દુકાને હતા ત્યારે એક શખ્સ આવ્યો હતો. અને વાત કરવા ફોન માંગ્યો હતો. પરંતુ મયુર તેને ઓળખતો ન હોઇ, ફોન ન દેતા તેણે ગાળો ભાંડી હતી એ પછી તૌફીક મહંમદભાઇ સંધી, સમીર સિપાહી, ફૈઝલ જન્નર, તોસલો, ઇમરાન, શાહરૂખ, બંદૂક તથા અજાણ્યા ચાર-પાંચ શખ્સોએ તલવાર-ધોકા-પાઇપ લઇને આવી મનસુખભાઇ સાથએ ઝઘડો કરી ગાળો આપી મારમારી માથામાં ધારીયાનો ઘા ઝીંકી દેવાયો હતો. આ બનાવ અંગે થોરાળા પોલીસે મનસુખભાઇની ફરિયાદ પરથી બાર જેટલા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. આ બનાવમાં થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એમ.કડીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એલ.બારસીયા સહિતના સ્ટાફે મનહરપરા શેરી નં.૧ના એહમદરઝા અયુબભાઇ સીપાઇ (ઉ..વ.૨૪), સમીર કયુમભાઇ દસાડીયા (ઉ.વ.૨૭), મોહસીન અનવરભાઇ માકોડા (ઉ.વ.૨૫), ઇમરાન ફીરોઝભાઇ દસાડીયા (ઉ.વ.૨૫), અજય નકાભાઇ બોરીયા (ઉ.વ.૨૧), ફૈઝલ અનવરભાઇ જન્નર (ઉ.વ.૨૨) અને ચૂનારાવાડ-૨ના શબ્બીર યાકુબભાઇ સીપાઇ (ઉ.વ.૨૪)ની ધરપકડ કરી હતી.

(4:08 pm IST)