Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

અદભુત-અફલાતુન-કાબીલેદાદ રીહર્સલ શરૃઃ ત્રણ દિ' ચાલશેઃ આજે કલેકટરે ધ્વજવંદન કર્યુ

રાજકોટઃ રાજકોટમાં ર૬ મી જાન્યુઆરીની રાજયકક્ષાની ઉજવણી થનાર છે. આજથી રેસકોર્ષ મેદાન ખાતે ર૬ મી જાન્યુઆરીના ધ્વજવંદન અને થનાર અફલાતુન કાર્યક્રમો અંગે ત્રણ દિ' માટે રીહર્સલ શરૂ થયું હતું. આજે પ્રથમ દિવસે રાજકોટ કલેકટર શ્રી રેમ્યા મોહનના હસ્તે સવારે ધ્વજવંદન થયું હતંુ. આવતીકાલે રેન્જ આઇજીપી તથા ર૪મીએ મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમના હસ્તે ધ્વજવંદન અને રીહર્સલ થશે. ફુલ ત્રણ દિવસ રિહર્સલ ચાલશે. આજે પ્રથમ દિવસે જ આ અદભુત-અફલાતુન કાબીલેદાદ રિહર્સલ નિહાળવા લોકો ઉમટી પડયા હતા. તસ્વીરમાં પ્રથમ તસ્વીરમાં શાનથી લહેરાતો ભારતનો ત્રીરંગો અને બસ હાઇજેક સમયે કમાન્ડો ધસી ગયા તે મોક ડ્રીલ જોવા મળી હતી. નીચેની તસ્વીરમાં મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, કલેકટરશ્રી રેમ્યા મોહન, નગર પાલીકા નિયામક શ્રી સ્તુતી ચારણ, ડીએસપી બલરામ મીણા, ડીડીઓ રાણાવાસીયા, એડી. કલેકટરશ્રી પરીમલ પંડયા તથા અન્ય હાઇલેવલ અધિકારીઓ નજરે પડે છે. નીચે ત્રીજી તસ્વીરમાં એકી સાથે રર૦૦ વિદ્યાર્થીનીઓ પીટી સહીતના કાર્યક્રમો આપતી જણાય છે. આ એક અદભુત કોરીયોગ્રાફી છે. આ પછી પોલીસ જવાનો દ્વારા સ્નીફર ડોગ-હોર્સ રાઇડીંગ-પીરામીડ રચાયા તે જણાય છે. છેલ્લી તસ્વીરમાં પોલીસના મોટર સાયકલ જવાનો દ્વારા બાઇક ઉપર અફલાતુન હેરતભર્યા ત્રીરંગાની સલામી ઝીલતા કાર્યક્રમો અપાયા તે જણાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:05 pm IST)