Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

લોધેશ્વર સોસાયટીમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

સુરેશ ગતીયા, રવી ઝરીયા, રમેશ ઝરીયા, બાબુ ઝરીયા અને શકિત ચૌહાણની ધરપકડ

રાજકોટ તા.રર : શહેરના લોધેશ્વર સોસાયટીમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના પોલીસ કમિશનર મનોજ અગ્રાવલની સુચનાથી માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એન.એન.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એસ.ચંપાવત, હેડ કોન્સ. દીગ્પાલસિંહ જાડેજા, હેડ કોન્સ. ભાવીનભાઇ ગઢવી, યુવરાજસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી, હરપાલસિંહ જાડેજા, દેવાભાઇ ધરજીયા તથા મસરીભાઇ ભેટારીયા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ યુવરાજસિંહ અને દેવાભાઇને મળેલી બાતમીના આધારે લોધેશ્વર સોસાયટી શેરી નં.૪માં દરોડો પાડી જાહેરમાં તેન પત્તીનો જુગાર રમતા ગોંડલ રોડ લોધેશ્વર સોસાયટી શેરી નં.૬ના સુરેશ માનસીંગભાઇ ગતીયા, (ઉ.૪૮), રામનગર શેરી નં. રના રવી શીવલાલભાઇ ઝરીયા (ઉ.ર૬), લોધેશ્વર સોસાયટી શેરી નં.રના રમેશ શંકરભાઇ ઝરીયા (ઉ.૪પ), લોધેશ્વર સોસાયટી શેરી નં. ૪ના બાબુ અમૃતલાલ ઝરીયા (ઉ.૩પ) અને લોધેશ્વર સોસાયટી શેરી નં.૩/૭ના શકિત શંકરભાઇ ચૌહાણ (ઉ.રર)ને પકડી લઇ રૂ.૧૧ર૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:55 pm IST)