Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

કલેકટર કચેરીમાં વિશ્વ વિક્રમ સર્જતો ફલેગ ઓફ યુનિટી તૈયારઃ ૨૪મીએ નિતીનભાઈ લોકાર્પણ કરશે

રાજકોટઃ રાજકોટ કલેકટર શ્રી દ્વારા ૨૪મીએ વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. તેમના નિર્દેશથી કલેકટર કચેરી ખાતે વિશ્વ વિક્રમ સર્જતો ફલેગ ઓફ યુનિટી- ભારતનો આહલાદ્ક ત્રિરંગો રાજપીપળાના શ્રી વિરાજબા જાડેજાએ તૈયાર કર્યો છે.

રાજકોટની પ્રજા, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, નેતાઓ, અધિકારીઓના સહયોગથી ૪૨ હજાર કાગળો એકબીજા સાથે જોડી ૧૮ દિવસમાં આ ત્રિરંગો તૈયાર થયો છે.

આ ત્રિરંગો અને કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રનું લોકાર્પણ ૨૪મીએ સવારે ૧૦ વાગ્યે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે થશે અને એ સાથે વિશ્વના સૌથી મોટા કાગળના બનેલા રાષ્ટ્રધ્વજનો વર્લ્ડ રેકોર્ડસ થશે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:41 pm IST)