Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

હિંગળાજનગરમાંથી નેપાળી સગીરા ગૂમઃ બબલૂ સામે અપહરણનો ગુનો

મુળ ઉત્તરપ્રદેશનો આ શખ્સ મંદિરમાં અને હોટેલમાં કામ કરતો'તોઃ ગાંધીગ્રામ પોલીસે શોધખોળ આદરી

રાજકોટ તા. ૨૨: હિંગળાજનગરમાંથી નેપાળી સગીરા ગૂમ થતાં તપાસ થતાં તેને યુપીનો શખ્સ ભગાડી ગયાની દ્રઢ શંકા ઉપજતાં પોલીસને જાણ કરવામાં આવતાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે સગીરાના પિતા અમીન માર્ગ ચોક હિંગળાજનગર ભરવાડના ઢોળા પાસે શેરી નં. ૧સામે રહેતાં મુળ નેપાળના રામુભાઇ ખમભાઇ બીકેની ફરિયાદ પરથી બબલૂ નામના શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે.

રામુભાઇ છએક વર્ષથી રાજકોટ રહે છે અને છુટક મજૂરી કરે છે. તેની સાથે માતા, પત્નિ અને ૧૪ વર્ષની દિકરી રહે છે. પત્નિ ત્રણેક વર્ષથી માનસિક અસ્થિર છે. તેની દિકરી અવાર-નવાર માસીનો દિકરો કે જે કાલાવડ રોડ પર ટીવીએસનો શો રૂમ આવેલો છે ત્યાં આવતી જતી રહેતી હતી. ૧૮/૧ના રોજ પોતે કામે ગયેલ અને સાંજે આઠેક વાગ્યે ઘરે આવ્યા ત્યારે દિકરી જોવા મળતાંમાસીના દિકરાના ઘરે ગઇ હશે તેમ સમજ્યું હતું.

મોડે સુધી રાહ જોવા છતાં ન આવતાં ત્યાં તપાસ કરતાં ત્યાં તેણી ગઇ ન હોવાની ખબર પડી હતી. એ પછી સગા મારફત ખબર પડી હતી કે તેની દિકરી  રિક્ષામાં બેસીને નીકળી હતી. વધુ તપાસમાં એવી માહિતી પણ મળી હતી કે તેણી ગણપતિજીના મંદિરમાં કામ કરતાં બબલૂ નામના છોકરા સાથે અવાર-નવાર વાતો કરતી હતી. તે કે. કે. હોટેલમાં પણ કામ કરતો હતો. ત્યાં તપાસ કરતાં તે મળ્યો નહોતો. તેનો મોબાઇલ નંબર પણ સતત બંધ આવતો હતો. આથી તે ભગાડી ગયાની શંકા ઉપજી હતી. આ શખ્સ ઉત્તરપ્રદેશનો વતની છે.

રામુભાઇની ઉપરોકત કેફીયત પરથી પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ એચ. વી. સોમૈયા, હીરાભાઇ રબારી, રશ્મીનભાઇ પટેલ સહિતે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

(1:07 pm IST)