Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

ભારત અને કેનેડા વચ્ચે ઉષ્માભર્યા જ્ઞાનવર્ધક સંબંધોઃ ડો. ઇરોસ વાજા

આંધ્ર્રપ્રદેશમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રાજકોટના પ્રોફેસર દ્વારા સંશોધન પેપર રજુ થયું

રાજકોટ,તા.૨રઃ આંધ્રપ્રદેશની આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટી અને ઇન્ડિયન એસોસિએશન ફોર કેનેડિયન સ્ટડીઝ (IACS) ના સયુંકત ઉપક્રમે Bridges of Friendship: Canada and India પર યોજાયેલી ૧૪મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, અંગ્રેજી બોર્ડ ના ચેરમેન  તથા માતુશ્રી વીરબાઇમાં મહિલા આર્ટસ કોલેજ રાજકોટના અંગ્રેજી વિષયના ફેકલ્ટી ડો. ઇરોસ વાજા એ Exploring the Boundaries of Knowledge Creation - India and Canada વિષય પર સંશોધન પેપર રજુ કર્યું હતું અને કોન્ફરન્સના ચેર પર્સન તરીકે પ્રશંશનીય ફરજ નિભાવી હતી.

કેનેડા, ચીન જેવા દેશો માંથી પધારેલા અનેક વિદ્વાન અધ્યાપકો સમક્ષ ડો. વાજા એ ભારત અને કેનેડા વચ્ચે ના મૈત્રી ભર્યા સંબંધો વિષે વાત કરતા જણાવ્યું હતું કે બંને દેશો મજબૂત લોકશાહી ને વરેલા દેશો છે. ઉચ્ચ શિક્ષણ ઝંખતા ભારત ના ઙ્ગયુવાનો માટે કેનેડા પ્રથમ પસંદગી નો દેશ છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને યુ. કે. કરતા પણ કેનેડા ને વધુ પસંદ કરે છે. કેનેડા સરકારે વિઝા અને ઇમિગ્રેશન ની પ્રક્રિયા વધુ સરળ બનાવી છે જેથી ભારતીય વિદ્યાર્થીઓ માટે ત્યાં જવું અને અભ્યાસ કરવા નું વધુ સરળ બન્યું છે.

જ્ઞાન ના આદાન પ્રદાન થી સંશોધન ની નવી ક્ષિતિજો ખુલી રહી છે. વિજ્ઞાન, ટેકનોલોજી, સાહિત્ય, બિઝનેસ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રો માં શિક્ષણ અને રોજગારી ની નવી તકો ઉભી થઇ રહી છે. ભારત અને કેનેડા સરકાર વચ્ચે ના મૈત્રી પૂર્ણ સંબંધો બંને દેશો ના નાગરિકોને અને તેમની વિચાર ધારા ને વધુ નજીક લાવી રહ્યા છે તે આવકાર દાયક બાબત છે  તેવું સંશોધન પેપરમાં ડો. વાજાએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬ માં ઙ્ગઇન્ટરનેશનલ કાઉન્સીલ ફોર કેનેડીઅન સ્ટડીઝ (ICCS) દ્વારા Annual General  Meeting કેનેડા ના પાટનગર ઓટાવા યોજાયેલ જેમાં ડો. વાજા (મો. ૯૮૭૯૭  ૯૧૪૧૬ )એ ભારત નું પ્રતિનિધિત્વ કરેલ.

(10:13 am IST)