Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

મારૂતિનગરમાં દાદરા ઉતરતી વખતે પડી જતાં કડીયા વૃધ્ધા વિજ્યાબેન ટાંકનું મોત

રાજકોટ તા. ૨૧: કોઠારીયા રોડ હુડકો  ચોકી પાછળ મારૂતિનગર-૫માં રહેતાં વિજ્યાબેન અમૃતલાલ ટાંક (ઉ.૬૧) નામના કડીયા વૃધ્ધાનું ઘરની અગાસીએથી દાદરા ઉતરી વખતે પડી જતાં ઇજા થતાં મોત નિપજ્યું છે.

મારૂતિનગરમાં રહેતાં વિજ્યાબેન ટાંક ગઇકાલે સવારે ઘરની અગાસીએ કપડા સુકવવા ગયા હતાં. બાદમાં દાદરા ઉતરી નીચે આવી રહ્યા હતાં ત્યારે લપસી પડતાં માથામાં ઇજા થઇ હતી. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને રામજીભાઇએ જાણ કરતાં ભકિતનગરના પીએસઆઇ એસ. એન. જાડેજા અને રાઇટર રણછોડભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનારના પતિ નિવૃત જીવન જીવે છે. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. માથામાં હેમરેજ થઇ ગયું હોઇ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)

(1:03 pm IST)