Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જવેલરી બ્રાન્ડ શિલ્પા લાઇફ સ્ટાઇલ દ્વારા રાજકોટના અક્ષર માર્ગ શો રૂમની ચોથી એનીવર્સરીએ મેગા ઓફર

તા. ૨૩ થી ૨૯ દરમિયાન ગોલ્ડ અને ડાયમંડ જવેલરી મેકીંગ ચાર્જીસ પર સ્ક્રેચ એન્ડ વીન સ્કીમ

રાજકોટ તા ૨૧ : રિવોલ્યુશનરી ડીઝાઇન, એકસકલુસીવ કલેકશન્સ, શ્રેષ્ઠ ગુણવત્તા, શ્રેષ્ઠ હસ્તકલા (કારીગરી) ધરાવતી વિવિધતાસભર સર્ટીફાઇડ વર્સટાઇલ જવેલરીનું પ્રતિક બની ચુકેલ દેશ-વિદેશમાં સુપ્રસિધ્ધ જવેલરી બ્રાન્ડ શિલ્પા લાઇફ સ્ટાઇલ, અક્ષરમાર્ગ-રાજકોટ ણરના તેના અત્યાધુનિક રો-રૂમની ચોથી એનીવર્સરીની શાનદાર ઉજવણીના ભાગરૂપે તા. ૨૩ થી ૨૯ જુલાઇ દરમિયાન યોલ્ડ અને ડાયમંડ જવેલરીના મેકીંગ ચાર્જીસ પર સ્ક્રેચ અખેન્ડ વીન સ્કીમ હેઠળ ૧૦ થી ૧૦૦ ટકા સુધીના આકર્ષક ડીસ્કાઉન્ટની સેલીબ્રીશન મેગા ઓફર તેમના માનવંતા ગ્રાહકો માટે રજુ કરી છે.

વિવિધ ખાસિયતો ધરાવતી સુંદર, આકર્ષક અને ભવ્ય જવેેેલરીનું કલેકશન નિહાળીને પોતાની પસંદગીને અનુરૂપ ખરીદી દ્વારા જાજરમાન વ્યકિતત્વ પ્રાપ્ત કરવાની ગ્રાહકો માટે આ સુવર્ણ તક છે. આંતરરાષ્ટ્રીય જવેલરી ડીઝાઇનર આનંદ શાહની ડિઝાઇનર જવેલરી પણ અક્ષરમાર્ગ શોરૂમ પર ઉપલબ્ધ રહેેશે.

૧૯૬૬ થી ગોલ્ડ અને ડાયમંડ જવેલરીના ક્ષેત્રે ઉતમ કલાકારીગરી, અદભુત ડિઝાઇન્સ, સર્વશ્રેષ્ઠ ગુણવત્તા, ઉચ્ચ નીતીમતા અને સિધ્ધાંતો એ શિલ્પા લાઇફ સ્ટાઇલની ખાસિયતો રહી છે. આધુનિક ભારતીય નારીની પસંદગી અને આકાંક્ષાઓની સમજ કેળવીને પરંપરાગત મૂલ્યો અને આધુનિક દષ્ટિકોણના સંયોજન દ્વારા શિલ્પા લાઇફ સ્ટાઇલ ભારતની અગ્રગણ્ય જવેલરી બ્રાન્ડ બોલ છે.

શિલ્પા લાઇફ સ્ટાઇલ અદ્ભુત ડિઝાઇન્સ સાથેના અલંકારોની વિશાળ રેન્જનો ખજાનો ધરાવે છે. જેમાં રીંગ્સ, એરીંગ્સ, પેન્ડેન્ટસ, નેકલેસ, બેંગલ્સ, બ્રાસલેટ્સ, બાજુબંધ, માંગટીકા,મંગલસુત્ર વગેરેનો સમાવેશ થાય છે. શ્રેષ્ડ ગણુવત્તા,ચોક્કસાઇ અને નવીનતા વડે શિલ્પા લાઇફ સ્ટાઇલ દ્વારા ઉત્પાદકતા, ગુણવત્તા, ગ્રાહક સંતોષ અને સામજિક જવાબદારીના ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવામાં આવ્યાં છે.

શિલ્પા લાઇફ સ્ટાઇલ જવેલરીની વિશાળ અને સમૃધ્ધ રેન્જમાં વિવિધ ખાસિયતો ધરાવતી કલાસિક પ્લેન ગોલ્ડ, રોયલ રોડીયમ, રીચ સ્ટડેડ રીયલ ડાયમંડ, પ્રેશીયસ મીનાકારી, એલીગન્ટકુંદન સ્પ્લેન્ડીડ અજકટ સ્ટોન પોલકી (મીનાકારી સાથે), રીગલ રોઝ ગોલ્ડ, એકસકલુસીવ ચિત્રાઇ, લેવીશ સ્વરસ્કી અનકટ સ્ટોન તેમજ એથનીક એન્ટીક વગેરેનો સમાવેશ થાય છે. જેમાંની કેટલીક ડેઇલીવેર તરીકે પહેરવામાં આવે છે તો કેટલીક પ્રસંગોની શોભામાં ચાર ચાંદ લગાવે છે. તેના પર થતું મીનાકારી અને અન્ય ક્રાફટ વર્ક, રાજકોટ, જયપુર,બીકાનેર, કોલકતા, ઢાકા વગેરે શહેરોના કુશળ અને નિષ્ણાંત કારીગરો દ્વારા કરવામાં આવે છે.

શિલ્પા લાઇફ સ્ટાઇલના સ્થાપક પ્રભુદાસભાઇ પારેખે પોતાની સુઝબુઝ, પ્રતિબધ્ધતા અને અથાગ પરિશ્રમ દ્વારા 'બ્રાન્ડ શિલ્પા લાઇફ સ્ટાઇલ' ને ગ્લોબલ પ્લેટફોર્મ પુરૂ પાડયું છેે. તેમની આ સકસેસ સ્ટોરીમાં નવી પઢીના પ્રતિનીધી એવા ભાસ્કર પારેખ અને હિરેન પારેખ આ ભવ્ય પરંપરાને જાળવી રાખીને તેમની ઇનોવેટીવ ડિઝાઇન્સ અને વિઝનરી કન્સેપ્ટ્ેસ વડે શિલ્પા લાઇફ સ્ટાઇલને હાઇ એન્ડ જવેલરી બ્રાન્ડ બનાવવામાં મહત્વનો ફાળો આપી રહેલ છે જેના દ્વારા તે સફળતાના શિખરો સર કરી રહેલ છે. (૩.૧૬)

(3:55 pm IST)