Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વીકએન્ડ

 આંતરપ્રિન્યોરશીપનો પ્રચાર થાય તે હેતુથી ઉત્સાહી બૌધ્ધીકોના મેળાવડારૂપે આંતરરાષ્ટ્રીય કંપની ટેકસ્ટાર દ્વારા ૧૫૦ થી વધુ દેશ અને ૩૦૦૦ થી વધુ શહેરોમાં સ્ટાર્ટ અપ વિકેન્ડના પ્રોગ્રામ થઇ ચુકયા છે. આવો જ એક કાર્યક્રમ રાજકોટના સાહસીકો માટે ટેકસ્ટાર્સ સ્ટાર્ટઅપ વિકેન્ડના ફેસીલીટેરર જયસન ગણાત્રા અને વી ગ્રુપના ફાઉન્ડર જતીન કટારીયા દ્વારા યુથ એડીશન શીર્ષકથી ગ્લોકલ કો-વર્કીંગ સ્પેસ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ શાળાના એવા વિદ્યાર્થીઓ માટે યોજાયો હતો કે જેઓ વિવિધ શહેરોમાં સ્ટાર્ટઅપ વિકેન્ડમાં અલગ અલગ કાર્યક્રમોમાં ભૂતપૂર્વ સહયોગી રહ્યા હોય સમગ્ર આયોજન માટે પલક દેસાઇ, ક્રિષ્ના બાબાણી, ધ્રુમિલ ધનેશા, હરીશ્રી ખુંટ, હર્ષિલ ઝાલાવડીયા, મીરા કનેરીયા, માહીત કાલાણી, નિશા કોટેચાએ સેવા આપી હતી. ત્રણ દિવસના કાર્યક્રમને અંતે ફાઇનલ આઇડીયાઝ નિર્ણાયકો સામે રજુ કરાતા હતા. જેમાં પ્રથમ ત્રણ વિજેતાને ઇનામ અને સર્ટીફીકેટ અપાયેલ. મુખ્ય વકતા તરીકે વિપટેક પેરીફેરલ્સના ગોપાલ ખીરસરા અને નોર્થ સ્ટાર સ્કુલના ફાઉન્ડર મોહીત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મેન્ટર તરીકે વત્સલ મારવાણીયા, વિવેક સોનછત્રા, ધ્રુપદ ભટ્ટ, દિનેશ પટેલ, રાજ શાહ, રીના કટારીયા, રવીના ભાડજા, તેજસ જાસાણી, વિજય રાયચુરા, ઉદિત શેઠે સેવા આપી હતી. ફાઇનલ રાઉન્ડના જજ તરીકે રામકુમાર બરછા, ડો. નિલેશ કાલાણી, દીપ મોટેરીયાએ સેવા આપી હતી. (૧૬.૧)

(3:51 pm IST)