Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

રાજકોટ આવતી 'બટેટા'ની ર૦ ટ્રક અટકી પડી!!

કાલથી બટેટાની અછતનો ભયઃ ગઇકાલે જ રાજકોટની ગૃહિણીઓએ ર થી પ કિલો બટેટા-ડુંગળી ઘરભેગા કરી દિધા....: ડીસાથી આવતા ખટારા રાજકોટ-સૌરાષ્ટ્રમાં કયાંય ન મોકલ્યાઃ મચી ગયેલો દેકારોઃ સરકારે જીલ્લા વાઇઝ બટેટાની સ્થિતિનો રીપોર્ટ માંગ્યો...: ટ્રાન્સપોર્ટરોએ બટેટા લીલા શાકભાજીમાં નથી આવતા તેવુ જાહેર કરતા ડીસાથી કોઇ ટ્રક મોકલાઇ જ નહીઃ છતે બટેટે 'અછત'નો ભય

રાજકોટ તા. ર૧ :.. ટ્રાન્સપોર્ટ હડતાલ સજ્જડ છે, સમગ્ર દેશમાં ૯ર લાખથી વધુ ટ્રકોના પૈંડા થંભી ગયા છે.

પરંતુ અહીં વાત છે કે તમામ શાકો સાથે ભળી જતા બટેટાની...

ટ્રાન્સપોર્ટરોએ એવુ જાહેર કર્યુ છે કે, દૂધ-શાકભાજીના વહનને નહી રોકાય, પરંતુ આ લીલા શાકભાજીમાં બટેટા નથી આવતાં.

ગઇ હડતાલમાં ડીસાની ટ્રક મોરબી રોડ ઉપર સળગાવી દેવાઇ હતી, અને આ વખતે પણ બટેટાના આવા-ગમન ઉપર ગઇકાલે પ્રથમ દિવસથી જ રોક લગાવી દેવાઇ છે.

આ રોકને કારણે રાજકોટમાં દરરોજ જે ર૦ ટ્રક બટેટાની ડીસા અને અન્ય સેન્ટરમાંથી ઠલવાતી તે અટકી પડી છે, આવુ જ સૌરાષ્ટ્રના અન્ય સેન્ટરોમાં બન્યું છે, લટકામાં ગઇકાલે જ રાજકોટની ગૃહિણીઓએ ર થી પ કિલો બટેટા-ડુંગળી ઘરભેગા કરી દિધા છે, હાલ બટેટાનો ભાવ કિલોના ર૦ રૂ. છે, તે સોમવારથી ભાવો વધી શકે છે, બટેટાની ટ્રકો અટકી પડતા સામાન્ય લોકોમાં દેકારો મચી ગયો છે, સરકારે જીલ્લા વાઇઝ બટેટાના સ્ટોકની સ્થિતીનો રીપોર્ટ મંગાવ્યો છે, ડીસાથી કોઇ ટ્રક મોકલાઇ ન હોય, છતે બટેટે 'અછત'નો અને કૃત્રીમ ભાવ ઉછાળાનો ભય ઉભો થયો છે.

(11:48 am IST)