Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કર્ણાટકમાં લોકશાહી બચાવવામાં કોગ્રેસ સફળ : દિનેશ ચોવટિયા

રાજકોટ તા ૨૧ : કર્ણાટકમાં અલ્પજીવી સાબિત થઇ ગયેલી ભાજપની સરકારનું પતન થતા કર્ણાટકની પ્રજાના ચુકાદાનો વિજય થયો છે તેમ જણાંવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ડો. દિનેશ ચોવટીયાએ કહયુ છે કે, સામ-દામ-દડ-ભેદથીં સરસકાર રચવાના ભાજપના પ્રયાસો નિષ્ફળ ગયા છે અને કર્ણાટકની જનતાએ ભાજપની માનસિકતાને પાઠ ભણાવ્યો છે.

તેમણે કહયું છે કે, કોંગ્રેસના ધારાસભ્યોએ લોકશાહી બચાવવા માટે પુરતા પ્રયાસો કર્યા હતા. અને તેમાં સફળ પણ થયા છે. ભાજપી નેતાઓએ ભષ્ટાચારમાંથી કમાયેલા રૂપિયાની લાલચ આપી ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો પણ કોંગ્રેસ કે જે.ડી..એસના એક પણ ધારાસભ્યએ આવી મેલી રમત પર ધ્યાન આપ્યું ન હતું અને તેનું પરિણામ સોૈની સામે છે.

આશ્ચર્યની બાબત એ હતી કે યેદિયુરપ્પાની શપથવિધીમાં વડા પ્રધાન મોદી કે અમિતશાહ હાજર રહ્યા ન હતા. કદાચ તેમને અંદાજ આવી ગયો હતો કે આ સરકાર વિશ્વાસનો મત નહીં મેળવી શકે.

તેમણે અંતમાં જણાવ્યુ છે કે, આવનારા સમયમાં રાજસ્થાન,મધ્યપ્રદેશ અને બંગાળની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ આ રાજયોમાં પણ સુંદર દેખાવ કરશે અને ેજીતી બતાવશે.

(3:53 pm IST)
  • પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીમાં સ્થિત કૃષ્ણ મંદિરના નવીનીકરણ અને તે વિસ્તરણ કરવા માટે બે કરોડ રૂપિયાની રકમ ફાળવી છે. આ જાણકારી 20 મેએ મીડિયાની એક રિપોર્ટમાં આપવામાં આવી હતી. રાવલપિંડી અને ઈસ્લામાબાદ શહેરોમાં માત્ર કૃષ્ણ મંદિર જ એકમાત્ર હિન્દુ મંદિર છે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે. મંદિરમાં રોજ સવાર-સાંજ આરતી કરવામાં આવે છે. access_time 6:19 am IST

  • કોંગી ધારાસભ્યે ખોલી પાર્ટીની પોલ :મારી પત્ની અને કોઈ ભાજપ નેતા વચ્ચે વાતચીત થઇ નથી :કોંગ્રેસના ધારાસભ્ય શિવરામ હેબબરે કહ્યું આવી કોઈપણ ઓડીઓ ટેપ નકલી :કોંગ્રસે એક ઓડીઓ ટેપ જાહેર કરીને દાવો કર્યો હતો કે ભાજપે હેબરનું સમર્થન હાંસલ કરવાના બદલામાં તેની પત્નીને 15 કરોડની ઓફર કરી છે access_time 7:35 pm IST

  • એફ્રોએશિયા બેંક ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યુ' ના હેવાલ મુજબ 8,230 અબજ ડોલરની સંપત્તિ સાથે ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી ધનિક દેશ છે. આ યાદીમાં અમેરિકા 62,584 અબજ ડોલરની સંપત્તિ સાથે ટોચ પર છે. ત્યાર બાદ 24,803 અબજ ડોલરની સંપત્તિ સાથે ચીન બીજા ક્રમે અને 19,522 અબજ ડોલરની સંપત્તિ સાથે જાપાન ત્રીજા ક્રમે છે. access_time 5:52 am IST