Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ઘરે-ઘરે શાકભાજી સહિત તમામ ચીજવસ્તુઓ પહોંચતી કરવા ઝોમેટો-સ્વીગી સાથે કલેકટરનું ટાઇઅપ

ગરીબ વિસ્તારમાં આરએમસી-પુરવઠા તંત્ર મફત અનાજ આપશેઃ ફુડ પેકેટનું વિતરણ કરાશે : ૪૦૦ છોકરા કામે લાગશેઃ ચાર્જ લેવાશેઃ ૧૦૦નું શાકભાજી હોય તો ૧રપ આસપાસ લેવાશે

રાજકોટ તા. રપ :.. રાજકોટમાં ર૧ દિવસનું લોકડાઉન હોય લોકોને જીવન જરૂરીયાતનો ચીજ વસ્તુનો તમામ જથ્થો ઘરે બેઠા મળી રહે તે અંગે કલેકટરે બેઠક બાદ ધરખમ નિર્ણય લીધો છે.

વિગતો મુજબ લોકોના ઘરે-રેશનીંગ દુકાનો ઉપર ડોર સ્ટેપ ડીલીવરી માટે કલેકટરે  સ્વીગી અને ઝોમેટો સાથે ટાઇઅપ કરવાનો નિર્ણય લઇ કાર્યવાહી કરવા આદેશો કર્યા છે, આ માટે ૩૦૦ થી ૪૦૦ છોકરા કામે લાગશે, ચાર્જ લેવાશે, કોઇપણ વ્યકિત શાક કે અન્ય કોઇ વસ્તુ મંગાવે તો રૂ. ૧૦૦ ની વસ્તુ ઉપર ૧રપ આસપાસ લેવાશે.

બીજી બાજુ શહેરના ગરીબ વિસ્તારમાં આરએમસી-પુરવઠા તંત્રે મફત અનાજ-અન્ય ચીજ વસ્તુઓ આપવાનો નિર્ણય કર્યો છે.આ ઉપરાંત ફુડ પેકેટો ઉભા કરવા કવાયત શરૂ થઇ છે, રીલાયન્સ મોલ પ હજાર ફુડ પેકેટ આપશે, કાલથી જ વિતરણ કરી દેવાશે.

(3:49 pm IST)