Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રાજકોટ સંસદીય મતક્ષેત્રમાં કોરોના સંદર્ભે તબીબી સાધનો માટે ૧ કરોડની ગ્રાન્ટ ફાળવતા મોહનભાઈ

રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસના આરોગ્ય જાળવણી માટે રૂ. બબ્બે લાખ ફાળવ્યા

રાજકોટ, તા. ૨૫ :. લોકસભાના ભાજપના સભ્ય મોહનભાઈ કુંડારિયાએ માનવતાનો સાદ સાંભળી રાજકોટ મત વિસ્તારમાં તબીબી સાધનો વસાવવા રૂ. ૧ કરોડની ગ્રાન્ટ ફાળવી છે. ઉપરાંત રાજકોટ શહેર પોલીસ, જિલ્લા પોલીસ અને મોરબી જિલ્લા પોલીસ તંત્રના આરોગ્યની જાળવણી માટે રૂ. બબ્બે લાખની ગ્રાન્ટ ફાળવી છે. જરૂર પડે તો કોરોના સામે લડવા વધુ ગ્રાન્ટ ફાળવવાની તૈયારી દર્શાવી છે.

મોહનભાઈએ જે ગ્રાન્ટ ફાળવી છે તેમા શહેરની સરકારી હોસ્પીટલ, મોરબી શહેર અને તાલુકાની સરકારી હોસ્પીટલ, ટંકારા, પડધરી, વાંકાનેર, લોધીકા અને કોટડાસાંગાણી તાલુકાના સરકારી દવાખાના માટેની ગ્રાન્ટનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરની હોસ્પીટલો માટે રૂ. ૫૦ લાખ તથા બાકીના મતક્ષેત્રના ૧૦ તબીબી એકમો માટે રૂ. ૫ - ૫ લાખ ફાળવ્યા છે.

(3:42 pm IST)