Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

સિનર્જીમાં કોરાનાનો ૧ પોઝીટીવ કેસ

અન્ય બે શંકાસ્પદ લક્ષણોના દર્દીઓના રીપોર્ટની જોવાતી રાહ

રાજકોટ, તા.રપ : કોરોના વાયરસની મહામારી વધી રહી છે ત્યારે ગઇકાલે રાજકોટ બે દર્દીઓના સેમ્પલ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની સિનર્જી મલ્ટી સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલમાં ગઇકાલે એક દર્દીનો પોઝીટીવ કેસ આવ્યો હતો. જયારે અન્ય બે કોરાનાના લક્ષણોવાળા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ રીપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે જેની રાહ જોવાઇ રહી છે. સિનર્જી હોસ્પિટલમાં દાખલ પોઝીટીવ દર્દીની સ્થિતિ સ્થીર હોવાનું તેની સારવાર કરતા ડો. જયેશ ડોબરીયાએ જણાવ્યું છે. સિનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરીયાએ જણાવ્યું છે કે, સિનર્જી હોસ્પિટલ ખાતે કોરોનાના દર્દી માટે સદંતર અલગ વિભાગ છે. નેગેટીવ-પોઝીટીવ પેન્શટવાળી સુવિધા ધરાવતા રૂમમાં રાખવામાં આવે છે. સિનર્જી હોસ્પિટલ ખાતે અન્ય તબીબી વિભાગ ચાલુ છે.

(12:13 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસ સામે ઝઝૂમવા રાજકીય આગેવાનોએ ઝોળી ખુલ્લી મૂકી દીધી : બીજેપી ,કોંગ્રેસ,બીએસપી ,સપા ,અપના દળ ,તથા ,અપક્ષ ,સહીત 38 નેતાઓએ 5 લાખથી 1 કરોડ રૂપિયા આપ્યા access_time 7:16 pm IST

  • ભરૂચમાં વાતાવરણમાં પલટો : સવારથી જ વાદળછાયું વાતાવરણ. છવાયું :એક તરફ કોરોનાના કહેર વચ્ચે બજારો બંધ જ્યારે વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતિત :ભરૂચમાં વરસાદી વાતાવરણના કારણે ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં access_time 10:23 am IST

  • મુંબઈમાં ૧ એપ્રિલથી છાપાઓ ફરી પ્રસિદ્ધ થશે : ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈ સાથે અખબારી વિક્રેતાઓ - પ્રકાશકોની મીટીંગમાં લેવાયો નિર્ણય : અત્યારે મુંબઈમાં અખબારોનું પ્રિન્ટીંગ - વિતરણ બંધ છે access_time 6:07 pm IST