Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ચુંટણી લોકશાહીનું પર્વ, દિલથી ભાગીદાર બનજો : મુકેશ દોશી

રાજકોટ તા. ૨૦ : શહેર ભાજપના પૂર્વ મંત્રી અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મુકેશ દોશીએ શહેરીજનોને મતદાન કરી લોકશાહીના પર્વમાં અચુક ભાગીદાર બનવા અપીલ કરી છે.

રાજકોટ એ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું હોમટાઉન છે. અત્યાધુનિક બસ સ્ટેન્ડ, આંતરરાષ્ટ્રીય હવાઇ મથક, નવી જીઆઇડીસી, નવી હોસ્પિટલ જેવી અનેક ભેટ મળી છે. ત્યારે વિકાસને વેગ આપવા ભાજપ તરફી મતદાન કરવા મુકેશભાઇ દોશીએ અપીલ કરી છે.

(3:50 pm IST)