Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

દિક્ષાર્થી પલકબેનનું એરપોર્ટે ભવ્ય સ્વાગત

રાજકોટઃ દિક્ષાર્થી પલકબેનનાં પદાપર્ણમાં શ્રી સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખશ્રી સાથે હોદેદારો, શ્રી રેસકોર્ષ પાર્ક સંઘના હોદેદારો એવમ મહિલા મંડળ, શ્રી ગીત ગુર્જરી સંઘના હોદેદારો તથા મહિલા મંડળ તેમજ રાજકોટ સંઘોના શ્રૈષ્ઠી વર્યો આદિ વિશાળ જન સમુદાયની ઉપસ્થિતિમાં પલકબેનનું એરપોર્ટે ભવ્ય સ્વાગત કરેલ. વેલકમ ... વેલકમના દિવ્યનાદથી એરપોર્ટે ગુંજી ઉઠયું હતુ. દિક્ષાર્થી અમર રહોનો જયનાદ-જયહહાર ગુંજી ઉઠેલ.

પૂ. હીરકગુરૂણી શરણે દિક્ષા લેનાર પલકબેનને અક્ષત પુષ્પોથી વધાવી સહુ એરપોર્ટેથી શ્રી વિરાણી પૌષધશાળામાં દિક્ષાર્થી ગુરૂણીની પાવનનિશ્રામાં પધારેલ. શ્રી સંઘ તરફથી પ્રભાવના કરેલ.

(4:13 pm IST)