Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સોમવારે પોલીસ પરિવારો માટે મ્યુઝીકલ કાર્યક્રમ

પોલીસ-ડે નિમિતે ''એક શામ શહિદો કે નામ'' સુરીલા સફર કાર્યક્રમઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની ઉપસ્થિતિઃ જુના-નવા ગીતો રજુ થશે

રાજકોટઃ તા.૧૯, રાજકોટ સીટી વુમન્સ કલબના ઉપક્રમે પોલીસ ડે નિમિતે હેમુ ગઢવી હોલ ખાતે તા.૨૧ના સોમવારે રાત્રે ૯ વાગ્યે પોલીસ પરિવારો માટે સ્પેશીયલ કાર્યક્રમ'' એક શામ શહીદો કે નામ'' ધમાકેદાર મ્યુઝીકલ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમા મયુર સોની ઓરકેસ્ટ્રાના સથવારે સુરીલા સફર મ્યુઝીકલ સિંગર અમૃતા પાટીલ-મુંબઇ, શ્યામ ગઢવી, અમદાવાદ, પ્રિયમ પરમાર-જામનગર, મયુર સોની-ભુજ, એન્કર મેઘાબારડ રાજકોટ જુના નવા ફિલ્મી ગીતો રજુ કરશે.

સૌ પ્રથમ શહીદોને શ્રધ્ધાંજલી આપી દેશ ભકિતના ગીતો સાથે કાર્યક્રમની શરૂઆત કરશે. ત્યારબાદ ગીતોની રમઝટ બોલાવશે અને પોલીસ ડેની શાનદાર ઉજવણી કરવામાં આવશે.

 આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પોલીસ કમિશ્નર શ્રી મનોજ કુમાર અગ્રવાલના વરદ હસ્તે કરવામાં આવશે.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મેયર બીનાબેન આચાર્ય, મ્યુ. કોર્પો. કમિશ્નર ઉદિતકુમાર અગ્રવાલ, રાજકોટના કલેકટર  શ્રી રમ્યા મોહનજી, ડો. વલ્લભભાઇ કથીરીયા, સરગમ કલબના પ્રમુખ શ્રી ગુણવંતભાઇ ડેલાવાળા વિ. ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ સીટી વુમન્સ કલબના પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ચેરમેન મીનાબેન  વસા, વાઇસ ચેરમેન, બિન્દુબેન મહેતા, ઉપપ્રમુખ ઇન્દિરાબેન ઉદાણી, સેક્રેટરી દીનાબેન મોદી, જોઇન્ટ સેક્રેટરી દર્શના મહેતા, કલ્પનાબેન પારેખ, પ્રીતીબેન ગાંધી, અલ્કાબેન ગોસાઇ, મીતાબેન મહેતા વગેરે જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:36 pm IST)