Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

સંવત ૨૦૭૫ દિપાવલીના શુભમુહુર્તો

ચોપડા ખરીદવા તા. ૨૧ ના સોમવારે શ્રેષ્ઠ સમય : તા. ૨૫ ના ધનતેરસ : તા.૨૭ ના દિપાવલી અને તા. ૨૮ ના નૂતનવર્ષ

વર્ષ બદલાવા જઇ રહ્યુ છે. ત્યારે શુભ દિપાવલીના તહેવારોના મુહુર્તો આ પ્રમાણે રહેશે. ચોપડા ખરીદી પુષ્ય નક્ષત્ર દિવસમાં કરી શકાય. આ માટે તા. ૨૧ ના આસો વદ ૭ સોમવારે સાંજે ૫.૩૨ થી મંગળવાર સાંજે ૪.૩૯ કલાક સુધી સારો સમય છે. સાંજે પ.૩૨ થી ૬.૧૬ અમૃત ચોઘડીયુ, સાંજે ૬.૧૬ થી ૭.૫૦ ચલ ચોઘડયુ છે. તા. ૨૨ ના મંગળવારે પણ સવારે ૯.૪૫ થી ૧.૫૭ સુધી ચલ, લાભ, અમૃત ચોઘડીયા છે. બપોરે ૩.૨૩ થી ૪.૩૯ સુધી પણ શુભ ચોઘડયુ છે.

જયારે તા. ૨૫ ના ધન તેરસના દિવસે સવારે ૬.૪૮ થી ૮.૧૪ ચલ ચોઘડીયુ, સવારે ૮.૧૪ થી ૧૧.૦૫ લાભ, અમૃત ચોઘડીયુ છે. બપોરે ૧૨.૩૧ થી ૧.૫૬ શુભ ચોઘડીયુ અને બપોરે ૪.૪૮ થી ૬.૧૩ ચલ ચોઘડીયુ છે. રાત્રીના ૯.૨૨ થી ૧૦.૫૭ લાભ ચોઘડીયુ છે. ચોપડા ખરીદવા, ગાદી બિછાવવા, લક્ષ્મી પૂજન માટે આ શ્રેષ્ઠ સમય છે.

તા. ૨૬ ના શનિવારે કાળી ચૌદશ છે. દિવસ - રાત્રી હનુમંત પૂજન, કાળ ભૈરવ, બટુકવીર પૂજન, કાલી પૂજા, મશીનરી પૂજન કરવુ.

તા. ૨૭ ના દીપાવલીના પ્રદોષકાળ પૂજન માટેનો શ્રેષ્ઠ સમય સાંજે ૬.૧૫ થી ૭.૫૧ સુધી, સાંજે ૭.૩૪ થી ૭.૪૭ સુધી, રાત્રે ૮.૧૩ થી ૮.૨૬ સુધીનો સમય તેમજ નિશીથકાળમાં રાત્રે ૧૨.૦૩ થી ૧૨.૫૩ સુધી શ્રેષ્ઠ સમય છે.

તા. ૨૮ ના કારતક સુદ એકમના નૃતન વર્ષ બેસે છે. પડવો, અન્નકુટ ઉત્સવ, ગોવર્ધન બલિપૂજા થશે. એકમ તીથીનો પ્રારંભ ૯.૧૦ થી થશે. સવારે ૯.૪૦ થી ૧૧.૦૫ શુભ, બપોરે ૩.૨૧ થી ૪.૪૬ લાભ સાંજે ૪.૪૬ થી ૬.૧૧ અમૃત ચોઘડીયા છે. તા. ૨૯ ના ભાઇબીજ અને તા. ૧-૧૧-૨૦૧૯ ના લાભ પાંચમ થાય છે. સવારે લાભ, અમૃત ૮.૧૬ થી ૧૧.૦૬ સુધી અને બપોરે શુભ ૧૨.૩૦ થી ૧.૫૫ છે. આ સમયમાં વ્યાપાર કાર્ય મશીનરીનો પ્રારંભ કરી શકાય. (૧૬.૩)

- શાસ્ત્રી રાજદીપ ડી. જોષી, મો.૯૯૨૫૬ ૧૧૯૭૭

(3:34 pm IST)