Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

જંકશન પ્લોટમાં જાનકી ડોડીયાનો ગળાફાંસો ખાઇ આપઘાત

પ્રનગર પોલીસે યુવતીના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી

રાજકોટ તા.૧૮ : જંકશન પ્લોટમાં રહેતી યુવતીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મળતી વિગત મુજબ જંકશન પ્લોટ શેરી નં.૩/૬માં રહેતી જાનકી દર્શનભાઇ ડોડીયા (ઉ.૧૮) એ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. પરીવારજનો ઘરેઆવતા યુવતીને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવતીનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા પ્રનગર પોલીસ મથકના એ.એસ. આઇ.સી.જે. ઝાલા સહિતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.(૬.૧૮)

 

(3:45 pm IST)