Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

ફુલછાબ ચોકમાં એકતાના દર્શન,હિન્દુ-મુસ્લીમ ભાઇ-બહેનો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

મર્હુમ ગનીબાપુએ શાંતિ અને એખલાસનો ચીલો જે પાડેલો હતો તે જ તેમના પુત્રોએ જાળવી રાખ્યો : સદર જુમા મસ્જીદના હાજી હાફીઝ ઇમામ અકરમબાપુના હસ્તે ધ્વજવંદન

રાજકોટઃ સદર જુમા મસ્જીદના હાજી હાફીઝ ઇમામસાહેબ અકરમબાપુના હસ્તે સ્વાતંત્ર્ય પર્વે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવેલ હતો. જયારે તાજેતરમાં જ તેઓ મક્કા-મદીના હજ પઢી આવેલ હોય, ત્યાં પણ તેઓએ હિન્દુસ્તાન માટે શાંતિ-એખલાસ અને ભાઇચારાની દુઆ માંગેલ હતી.
''અમન શોસ્યલ ગ્રુપ'' સદર બજાર, રાજકોટ મુસ્લીમ સમાજ દ્વારા રાષ્ટ્રધ્વજને તમામ હિન્દુ-મુસ્લીમ ભાઇ-બહેનોએ સલામી આપી હતી. ફુલછાબ ચોક ખાતે     રંગોળી કરવામાં આવેલ હતી, રાષ્ટ્રગીત વગાડેલ તેમજ શાંતિદુત કબુતરો ઉડાડી નાના ભૂલકાઓને ધ્વજ આપવામા આવેલ હતા. એકબીજાને મો મીઠા કરવામા આવ્યા હતા.
આ તકે અલ્લાહ- તઆલા પાસે ભારત દેશની સમૃધ્ધિ તેમજ ભાઇચારાની સદભાવના તેમજ કોમી એખલાસ કાયમી બની રહે તે માટે દુઆઓ કરવામાં આવેલ હતી.
અમન શોસ્યલ ગ્રુપના પ્રમુખ યુસુફભાઇ ગનીબાપુ કટારીયા, હાજી સોયેબભાઇ સોદાગર, સદર જુમા મસ્જીદના હાજી હાફીઝ ઇમામસાહેબ અકરમબાપુ, મૌલાના જમીલબાપુ, હબીબભાઇ ગનીબાપુ કટારીયા, રજાકભાઇ મુલતાની, અનવરભાઇ ધાડા, હાજી ફારૃકભાઇ બાવાણી, ગોપાલભાઇ સાવરીયા,ગોરધનભાઇ બામટા, મીતેષભાઇ સિધ્ધપુરા, યુગભાઇ ડઢાણીયા, અમીનભાઇ મીરા, ઘનશ્યામભાઇ પીઠવા, મુરાદભાઇ દલવાણી, પરવેઝભાઇ કુરેશી, સલીમભાઇ વડદરીયા, મુસ્તુફાભાઇ કચરા, ઇલ્યાસભાઇ ચૌહાણ, ઇમરાનભાઇ ચૌહાણ, યુનુસભાઇ  કટારીયા, હાજી કરીમભાઇ બેલીમ, ઇસ્માઇલભાઇ બેલીમ, આશીફભાઇ ખોખર, રજાકભાઇ ચાનીયા, ઇકબાલભાઇ મકરાણી, મૌલાના  અમીનબાપુ, યાયાભાઇ સોદાગર, સૈયદ ગફારબાપુ, યાસીનભાઇ પાનવાલા, સાકીરભાઇ દલ, રહીમભાઇ કટારીયા, રજાકભાઇ માંડરીયા, સૈયદ મોહસીનબાપુ, યુનુસભાઇ કટારીયા, શબ્બીરભાઇ કુરેશી, મહમદભાઇ શમા, યુનુસભાઇ જુણેજા (જય હિન્દ), મૌલાના ઉમરબાપુ, અલારખા કટારીયા, હાજીભાઇ બુચડ, સંજયભાઇ પાટડીયા, રવિભાઇ સોઢા, યુસુફભાઇ સોપારીવાલા,  લોઇડભાઇ દલવાણી, સલીમભાઇ કારીયાણીપ નવાઝભાઇ શમા, ફારૃકભાઇ ગવલી, યુસુફભાઇ મકરાણી, નરેશભાઇ મકવાણા, બહેનોમાં દુરૈયાબેન મુસાણી, હેતલબા રાઠોડ, રઝીયાબેન વોરા,  હલીમાબેન સુમરા, જેનીશાબેન કુરેશી, વહીદાબેન ગાંઝા, જુબેદાબેન અજમેરી, બીબીમેન જુમાણી, વાસ્વીબેન સોલંકી, હમીદાબેન મકરાણી, નજમાબેન સુમરા, લીલાબેન ચાવડા, અકસાબેન સુમરા, ઇરમબેન કટારીયા, નુરેઆલીયા મહેબુબભાઇ, નશીમબેન કટારીયા, જરીનાબેન કાથરોટીયા, હલીમાબેન કટારીયા વિગેરે ઉપસ્થિત રહેલ હતી. તેમ  ''અમન શોસ્યલ ગ્રૃપ''ના પ્રમુખ યુસુફભાઇ ગનીબાપુ કટારીયા તેમજ સદર તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઇ ગનીબાપુ કટારીયા (મો.૯૮૨૪૪ ૧૬૦૬૯)ની એક યાદી જણાવે છે

 

(3:32 pm IST)