Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

બાબરિયા કોલોનીમાં ગંદા પાણીનું વિતરણ થતાં રોગચાળાનો ભય

રાજકોટ : શહેરનાં વોર્ડ નં, ૧૭ ના મોરારી નગર બાબરીયા કોલોની શેરી નં, ૭ મા આવેલ રેસિડેન્ટ તથા કોમર્શિયલ ધરાવતા લોકોને ઘરવપરાશ તથા પીવા માટેનું અપાતું નળનું પાણી અતિશય ખરાબ ગંદુ મેલું પીળું પ્રદૂષણ દુર્ગંધ. મારતુ નળમાં પાણી આવતુ હોવાથી કોઈપણ સમય-સંજોગે આ વિસ્તારના લોકોને સામાન્ય શરદી ઉધરસ તાવ શારીરિક બીમારીઓ ફેલાવાની શકયતા હોવાથી નળમાં અપાતું પીવાનું તથા ઘર વપરાશ માટે ઉપયોગમાં લેવાતું પાણી ચોખ્ખુ આપવા વિસ્તારવાસીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. તસ્વીરમાં ડહોળુ પાણી નજરે પડે છે.

(3:38 pm IST)