Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

આજીડેમ ચોકડી પાસે વેસ્‍ટ કાગળનો જથ્‍થો ભરેલી આઇસરમાં આગ

રાજકોટ : આજીડેમ ચોકડી નજીક વેસ્‍ટ કાગળનો જથ્‍થો ભરેલી જીજે૩૬વી૨૨૨૭ નંબરની આયસરમાં આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્‍ટાફ બે ફાયર ફાઇટર સાથે તાકીદે સ્‍થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આયસરમાં અંદાજે ૧૦૦ થી ૧૫૦ વેસ્‍ટ કાગળની ગાંસળી હતી. ચાલક શાપરથી ગાંસળીઓ ભરી મોરબી જતો હતો. આગમાં આઇસરની કેબીનમાં સીટ તથા વાયરીંગ બળી ગયું હતું. તેમાં થયેલી નુકસાની અંગે તપાસ થઇ રહી છે.

 

(3:41 pm IST)