Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

૯૦ હજારનો દારૂ કારમાં ભરી નીકળેલો ઘનશ્યામનગરનો રવિરાજસિંહ પકડાયો

ભકિતનગર પોલીસે કુલ ૪.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો : કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને રણજીતસિંહ જાડેજાની બાતમી પરથી પકડી લેવાયો

રાજકોટ તા. ૧૮: ઢેબર રોડ પર સ્વામિનારાયણ ગુરૂકુળ પાસેથી આઇ-૧૦ કાર વિદેશી દારૂ ભરીને નીકળવાની છે તેવી બાતમી પરથી ભકિતનગર પોલીસની ટીમે ઘનશ્યામનગરના શખ્સને રૂ. ૯૦ હજારનો દારૂ ભરેલી કર સાથે પકડી લઇ કુલ રૂ. ૪,૯૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

ડી. સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને કોન્સ. રણજીતસિંહ જાડેજાને મળેલી બાતમી પરથી વોચ રાખી જીજે૦૩જેસી-૦૦૮૦ નંબરની આઇ ટેન કારને આંતરી તલાસી લેવામાં આવતાં અંદરથી મેકડોવેલ્સ વ્હીસ્કીની ૧૪ પેટી અને રોયલ ચેલેન્જની એક પેટી એટલે કે રૂ. ૯૦ હજારની ૧૮૦ દારૂની બોટલો મળતાં તે તથા ચાર લાખની કાર કબ્જે કરી રવિરાજસિંહ દિલીપસિંહ ઝાલા (ઉ.૨૬-રહે. ઘનશ્યામનગર-૭, કોઠારીયા રોડ)ની ધરપકડ કરી હતી.

પકડયોલો શખ્સ કોની પાસેથી દારૂ ભરી લાવ્યો? કોને આપવાનો હતો? તે જાણવા રિમાન્ડની તજવીજ થઇ રહી છે. સીપી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના અને પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણ, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, કોન્સ. ભાવેશભાઇ મકવાણા, રણજીતસિંહ જાડેજા, વાલજીભાઇ જાડા, રાજેશભાઇ ગઢવી, હિતેન્દ્રસિંહ ઝાલા અને વિશાલભાઇ દવેએ આ કામગીરી કરી હતી.

(11:08 am IST)