Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

વીવીપી કોલેજના વિદ્યાર્થીઓની આઇ.ટી. કંપનીઓમાં પસંદગી

રાજકોટઃ વી.વી.પી. ઇજનેરી કોલેજના આઇ.ટી. ડીપાર્ટમેન્ટનું સતત ત્રણ વર્ષથી ૧૦૦ ટકા પ્લેસમેન્ટ થઇ રહ્યું છે. આ વર્ષે પણ હાલમાં સાતમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ર૭થી વધુ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થઇ ગયું છે. હાલમાં જ સાતમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં કશ્યપ સોજીત્રાની નામાકિંત આઇ.ટી. કંપની ટીસીએસમાં પસંદગી થઇ છે. તેની સાથે જ સાતમાં સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં પૂર્વીશ ચંદારાણા, મિત ભટ્ટ, કવીશ ચોકસી, રીયા દામાણી, વૃષિતા ઘોંણીયા, હીર દવે, હેત્વી જાડેજા, જૈમીની વાયેતા, વીશાલ મકવાણા, મીરલ પીઠવા, ધ્વનીત પોપટ, હર્ષ શાહ, બંસી ઉધાડ, માનસી વાલેચા, રાહુલ આહુજા, દીક્ષીત સાવલીયા, રૂદ્રી પંડયા, ધ્રૃપી કુંદાણી, રોહનકુમાર, અભય શેઠ, ત્રુપીલ વોરા, પ્રીયાંશુ વસાણી, સ્મીત દુધાત્રા, પાર્થ ઝાલાવડીયાની પણ અન્ય નામાંકિત કંપનીઓ સીગ્નેટ, બીઝટેક, સિયર્સ, સાઇનેક્ષ્ચર, સાયબર કોમ ક્રિએકશન, ધવન ટેકનોલોજી, ૪ર ગીયર્સ વગેરેમાં સારા વાર્ષિક પેકેજ સાથે પસંદગી પામ્યા છે. આઇ.ટી. વિભાગની આ સિધ્ધી બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, અન્ય ટ્રસ્ટીશ્રીઓ કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર, આચાર્ય ડો. જયેશ દેશકરસરે આઇ.ટી. વિભાગના વડા પ્રો. દર્શનાબેન પટેલ, પ્લેસમેન્ટ કમીટીના પ્રો. કૃણાલ ખીમાણી અને પ્રો. વિજય વ્યાસ તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

(3:22 pm IST)