Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

ખેડૂતો દ્વારા ખેતરની ફરતે કરવામાં આવતી ફેન્સીંગમાં વિજપ્રવાહ વહેતો મૂકવાના કારણે થતા વન્ય પ્રાણી/મનુષ્યના અકસ્માત અટકાવવા અપીલ

વીજ અકસ્માત બાબતે પીજીવીસીએલ કંપનીના કસ્ટમર કેર સેન્ટરના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ર૩૩-૧પપ૩૩૩ સંપર્ક કરવા અપીલ

રાજકોટ તા. ૧૭: પીજીવીસીએલની યાદી ઉમેરે છે કે, કેટલાક ખેડૂતો પોતાના ખેતરમાં ઉભા પાકને થતા નુકશાનને અટકાવવા માટે વન્ય પ્રાણી કે અન્ય કોઇને પ્રવેશતા રોકવા માટે પોતાના ખેતર ફરતે ધાતુના તાર વીંટાળી તેમાં વિજપ્રવાહ પીજીવીસીએલના નેટવર્કમાંથી સીધો અથવા વિજજોડાણમાંથી લઇને વહેતો મુકે છે. જેના કારણે વન્ય પ્રાણી/મનેુષ્ય આવા વિજપ્રવાહ યુકત ધાતુના તારના સીધા સંપર્કમાં આવવાથી મોતને ભેટે છે.

આ રીતે ખેતરની ફરતે આવેલ ફેન્સીંગમાં વિજપ્રવાહ વહેતો મુકવો એ ગેરકાયદેસર તેમજ બિનઅધિકૃત પ્રવૃત્તિ છે. આ ઉપરાંત આવા કારણોસર જો કોઇ વિજ અકસ્માત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી બિન અધિકૃત વિજપ્રવાહ વહેતો મુકનારની/જગ્યાના માલિકની રહેશે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થઇ શકે છે. આવી પ્રવૃતિને કારણે કોઇ વન્ય પ્રાણી/મનુષ્ય મોતને ન ભેટે તે માટે આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિ કોઇપણ વ્યકિતએ કરવી નહિં. તેમ અપીલ કરાઇ છે.

(2:55 pm IST)