Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

કોલેજીયન છાત્રાની છેડતી કરનારા સીટી બસના ચાલકની ધોલાઇનો વીડીયો વાયરલ

રાજકોટ તા.૧૭ : ત્રીકોણબાગ પાસે બપોરે કોલેજીયન છાત્રાની છેડતી કરનારા સીટી બસના ચાલકની લોકોએ અને છાત્રાએ જાહેરમાં ધોલાઇ કરી હતી. જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો.

મળતી વિગત મુજબ સોશિયલ મીડીયામાં એક વીડીયો વાયરલ થયો હતો જેમાં કોલેજીયન છાત્રા અને એકત્ર થયેલા લોકોએ સીટી બસના ચાલકની જાહેરમાં ધોલાઇ કરી હોઇ તેવું નજરે પડયુ હતું.

કોલેજીયન છાત્રાની છેડતી કરતા છાત્રાએ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને રોષે ભરાયેલી છાત્રા તેમજ લોકોએ સીટી બસના ચાલકની જાહેરમાં ધોલધપાટ કરી હતી એ વીડીયો સોશિયલ મીડીયામાં વાયરલ થયો હતો આ બનાવ અંગે હજુ સુધી કોઇ પોલીસ ફરીયાદ થઇ ન હોવાનું જાણવા મળ્‍યું છે.

(4:29 pm IST)