Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

સાહિલને પરિવારે રામામંડળ રમવાની ના પાડતાં ઝેર પીધું

કોઠારીયા રોડ વિનોદનગરના યુવાને ઘરેથી નીકળી બસ પોર્ટ પાસે પગલુ ભર્યુ

રાજકોટ તા. ૧૭: કોઠારીયા રોડ વિનોદનગર આવાસ કવાર્ટરમાં રહેતાં સાહિલ હાસમભાઇ સેતા (ઉ.૨૧) નામના યુવાને સાંજે ઘરેથી નીકળી જઇ ઢેબર રોડ એસટી બસ પોર્ટ પાસે ઉંદર મારવાની દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં એ-ડિવીઝનને જાણ કરવામાં આવી હતી.
હેડકોન્સ. મુકેશભાઇ ચરમટાએ સાહિલનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. સાહિલ રામામંડળમાં પાત્ર ભજવતો હોઇ અને હવે તેની સગાઇ નક્કી થઇ હોઇ પરિવારજનોએ રામામંડળમાં રમવાની ના પાડતાં તેને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યાનું બહાર આવ્યું હતું.

 

(4:29 pm IST)