Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

વિશ્વ કલ્યાણ માટે અને કોરોના મહામારીમાંથી મુકિત મળતા સુંદરકાંડ હોમાત્મક યજ્ઞ

૨૩ થી ૨૫ સુધી 'બાજ નારણજી ભવન' ખાતે ભવ્ય આયોજનઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ અગ્રણી ઇન્દુભાઇ ખંભોળીયાની આગેવાનીમાં તડામાર તૈયારી

રાજકોટ, તા., ૧૯: રાજકોટમાં સૌરાષ્ટ્ર  બાજ ખેડાવાળ બ્રાહ્મણ અગ્રણી ઇન્દુભાઇ ખંભોળીયા તથા પરિવાર અને અન્ય યજમાનો દ્વારા તા.ર૩ થી રપ સપ્ટેમ્બર દરમિયાન  'બાજ નારણજી ભવન' હરિકિર્તી હોલ, ઇસ્કોન મંદિર પાસે, કાલાવડ રોડ રાજકોટ ખાતે વિશ્વ કલ્યાણ માટે તથા કોરોના મહામારીમાંથી  નિવારણાર્થે સુંદરકાંડ હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
પરમ કૃપાલુ પરમાત્મા હરિહર, આદ્યશકિતમાં જગત જનનીની અસીમ કૃપા તેમજ બ્રહ્મલીન ગુરૂદેવ શ્રી મૌનિબાપજીના  શુભ આશીર્વાદથી 'જયહરી' પરિવાર દ્વારા તા.રપ થી શ્રી હનુમાન ચાલીસા, શ્રી રામ રક્ષાસ્ત્રોત્ર સંપુટ સહ સુંદરકાંડ અનુષ્ઠાન વૈશ્વીક મહામારી કોરોના નિવારણાર્થે  તથા સર્વેસન્તુ નિરામયા   હેતુસહ પ્રારંભેલ   હતો.  મહામારી પુર્ણ થતા અનુષ્ઠાન મનોરથને હોમાત્મક મારૂતીયજ્ઞ દ્વારા સંપન્ન કરવા આ ત્રિદિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત તા.ર૩ને શુક્રવારે પ્રથમ દિવસે પ્રધાનદેવ સહદેવતા પુજન-સ્થાપન સવારે ૮  કલાકે, યજ્ઞ પ્રારંભ સવારે ૧૦ કલાકે, મધ્યાન્હ હોમ ૩.૩૦ થી ૬, રાજકોટ જ્ઞાતિ તથા ઇષ્ટ મિત્ર ભોજન સમારંભ ૧ર.૩૦ કલાકે યોજાશે. પ્રથમ દિવસ ભોજન પ્રસાદના યજમાન  સ્વ.ધીરૂભાઇ ભોળાલાલભાઇ પાઠક, હ.વાસંતીબેન પાઠક પરિવાર-ગોંડલ, મનસુખભાઇ ગાજીપરા પરિવાર-મેંદરડા, રવિભાઇ વલ્લભજીભાઇ  ખંભોળીયા પરિવાર-રાજકોટ, નીતીનભાઇ શિવશંકરભાઇ ખંભોળીયા પરિવાર-રાજકોટ, જયોતીભાઇ શિવશંકરભાઇ ખંભોળીયા પરિવાર-રાજકોટ, અ.સૌ. રંજનબેન શશીકાંતભાઇ વ્યાસ પરિવાર-સુરત, હ. પાર્થ વ્યાસ (બી.ટેક. કોમ્પ્યુટર સાયન્સ), શ્રી નિરંજનભાઇ પંડયા તથા ઇન્દુભાઇ ખંભોળીયા-રાજકોટ, ચી. આહુતીબેન (શ્રી નિરંજનભાઇ પંડયાની પૌત્રી) ધોરણ ૧ર સાયન્સમાં જવલન્ત સફળતા મેળવતા ચી.માન્યતાબેન (ઇન્દુભાઇની પૌત્રી) ધોરણ ૧૦ સીબીઆઇમાં જવલંત સફળતા મેળવતા દાતા પરિવાર દ્વારા ભોજન સમારંભ યોજાયો છે.પ્રથમ દિવસે બટુક ભોજન સમારોહ તા.ર૩ ને શુક્રવારે કાલાવડ રોડ ઉપરના વિમલનગરમાં રાજકોટ કોર્પોરેશનની પ્રા. શાળા નં. ૯૪ના બ્રહ્મસ્વરૂપ બાળકોનું બટુકભોજન,  યજમાન  અશોકભાઇ ડોડીયા તથા મહાદેવભાઇ ડોડીયા દ્વારા કરાવાશે. અનુપમભાઇ દોશી શ્રી વિવેકાનંદ યુથ કલબ રાજકોટનો સહયોગ પ્રાપ્ત થયો છે.
તા.ર૪ને શનીવારે બીજા દિવસે સ્થાપીત દેવ પુજન તથા યજ્ઞ હોમ સવારે ૮ થી ૧ર, મધ્યાન્હ હોમ ૩.૩૦ થી ૬ કલાકે, ભોજન પ્રસાદ રાજકોટ જ્ઞાતિ-ઇષ્ટમિત્ર બપોરે ૧ર.૩૦ કલાકે યોજાશે. ભોજન પ્રસાદ યજમાન ઇન્દુભાઇ ખંભાોળીયા પરીવાર અને (ર) ગં.સ્વ. હંસાબેન હરીભાઇ કામળીયા (જય દ્વારકાધીશ-જય ચામુંડામાં) છે.
તા.રપ ને રવિવારે ત્રીજા દિવસે સ્થાપીત દેવતા પુજન-યજ્ઞહોમ સવારે ૮ થી ૧૨ , યજ્ઞ પુર્ણાહુતી / યજ્ઞ વિરામ બપોરે ૧ર.૧પ કલાકે થશે.  ભોજન પ્રસાદઃ રાજકોટ જ્ઞાતિ ઇષ્ટમિત્ર પરિવાર સહ બપોરે ૧ર.૩૦ કલાકે, ભોજન પ્રસાદઃ યજમાન  સ્વ. ચંદ્રીકાબેન ઇન્દુભાઇ ખંભાોળીયા પરિવારના  રૂપલબેન પરાશરભાઇ ખંભાળીયા, ભુમીકાબેન રમાકાન્તભાઇ ખંભોળીયા પરિવાર છે.
જ્ઞાતિજનો તથા ભાવિકોને દર્શન-પ્રસાદનો લાભ લેવા ખંભોળીયા પરિવારના સ્વ. વલ્લભજીભાઇ, સ્વ.શિવશંકરભાઇ , સ્વ.ઇશ્વરભાઇ ખંભોળીયા પરિવાર વતી ઇન્દુભાઇ ખંભોળીયા તથા યજમાનોએ આમંત્રણ પાઠવ્યું છે.  

 

(4:20 pm IST)