Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

પરશુરામ શરાફી મંડળીની વાર્ષિકસભાઃ ૧૫ % ડિવિડન્ડ જાહેર

રાજકોટ : પરશુરામ શરાફી સહકારી મંડળીની વાર્ષિક સભા મંડળીના ચેરમેન કૌશિકભાઇ સી. શુકલના અધ્યક્ષ સ્થાને મળી હતી.  દિપ પ્રાગ્ટ્ય ચેરમેન કૌશિકભાઇ સી. શુકલ તથા તેમજ અતિથિવિશેષ ભૂવેનશ્વરી પીઠના આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ એડવોકેટ અંશભાઇ અભયભાઇ ભારદ્વાજ બોર્ડ ઓફ ડીરેકટરશ્રીઓએ કરેલ. બજારમાંં કોરોનાની અસર હોવા છતાં મંડળીનો નફો ૬૬,૭૭,૫૧૧/- થયેલ જેની નોંધ લઇ ઉપસ્થિત સભાસદોએ તાળીઓથી વધાવેલ, મંડળીનો મહત્તમ વ્યાજ થાપણદરોને ચૂકવે છે. આ તકે મંડળીના ચેરમેન શ્રી કૌશિકભાઇ સી. શુકલએ ઉપસ્થિત તમામ મહેમાન તથા હાજર રહેલ સભાસદોનો આભારમાની મંડળીએ જાહેર કરેલ સભાએ મંજુર કરેલ ૧૫% ડીવીડન્ડની ચુકવણી ૧૫ સપ્ટેમ્બરથી શરૂ કરવાનું જાહેર કરેલ. વાર્ષિક સાધારણ સભામાં સામાજીક ક્ષેત્રે માનવ સેવા કાર્ય કરતી સંસ્થાઓનું સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ. રાજકોટમાં નિઃસ્વાર્થ ભાવે માનવ સેવાકાર્ય કરતી ક્રાંતિ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ  સંજયભાઇ હિરાણીસ તથા પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઇ ભટ્ટનું શિલ્ડ તથા રોકડ પુરસ્કારનો સંસ્થાને ચેક શ્રી ભૂવનેશ્વરી પીઠના આચાર્ય શ્રી પરમ પૂજ્ય ધનશ્યામજી મહારાજના હસ્તે આપવામાં આવેલ. જોઇન્ટ માનદ મેનેજીંગ ડિરેકટર સુધીરભાઇ પંડ્યા, ડિરેકટર શ્રી મતી સુરભીબેન આચાર્ય, પરાગભાઇ ભટ્ટ, તેમજ ડીપોઝીટરો મધુભાઇ દવે, જયેશભાઇ જાની, સુરેશભાઇ મહેતા, બળવંતભાઇ જોષી કર્મચારી ગણ તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યાં હતા.

 

(4:18 pm IST)