Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

વડાપ્રધાન મોદીના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા દિલીપ પટેલ

રાજકોટ તા.૧૭: બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના સભ્ય ધારાશાસ્ત્રી શ્રીદિલીપ પટેલ દ્વારા આજરોજ દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસની શુભેચ્છા અને શુભકામના પાઠવેલ હતી.
વડાપ્રધાન મોદીએ પોતાનું સમગ્ર જીવન દિવસ અને પ્રતિક્ષણ દેશ માટે અર્પણ કરનાર ભારતના પ્રથમ વડાપ્રધાન છે. તેમણે વિશ્વમાં ગુુજરાત અને ભારતનું નામ રોશન કરેલ છે. ૩૭૦ની કલમ અને ૩૫એ હટાવવાનો ઐતિહાસીક નિર્ણય કરી અને એક રાષ્ટ્ર એક સંવિધાન પુર્ણ કરેલ છે. વડાપ્રધાન એક વિચારધારા બની ગયા છે. તેમની અનેક વિકાસલક્ષી નવી યોજનાથી દેશને લાભ થયેલ છે. વડાપ્રધાન મોદીજીને તેમના ૭૨મા વર્ષ નીમીતે સમગ્ર વકીલ સમાજ વતી શુભેચ્છા પાઠવેલ છે.

 

(4:10 pm IST)