Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

સરકાર સાથેનું સમાધાન બધા કર્મચારી સંગઠનોને માન્ય નથીઃ જિલ્લા પંચાયતમાં સામુહિક રજા

રાજકોટ જિલ્લા પંચાયતના વર્ગ-૩-૪ના કર્મચારીઓએ આજે રાબેતા મુજબ ના કાર્યથી અળગા રહી કચેરી સંકુલના બગીચામાં ધરણા કરેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીય)

રાજકોટ, તા., ૧૭: રાજયના વિવિધ સરકારી કર્મચારી સંગઠનોના બનેલા મહા સંઘ દ્વારા જુદી જુદી માંગણીઓ સબબ સરકાર સામે આંદોલન શરૃ કરાયેલ. સરકારે ગઇકાલે અમુક માંગણીઓ સ્વીકારી આંદોલન પુરૃ થયાનું જાહેર કરેલ. કર્મચારી મહસંઘના કેટલાક આગેવાનોએ સમાધાન બેઠેકમાં ભાગ લીધેલ. જો કે મહાસંઘ સાથે જોડાયેલા  બધા સંગઠનોને સમાધાનની શરતો માન્ય નથી. તેથી મહાસંઘથી અલગ પડી આંદોલન ચાલુ રહે તેવા સંજોગો છે. કર્મચારી સંઘમાં રાજીનામાનો દોર શરૃ થયો છે. આજે કેટલાય સંગઠનોએ  પોતાની મુળ માંગણી ચાલુ રાખી આંદોલનાત્મક કાર્યક્રમો આગળ વધાર્યા છે. રાજકોટ જિલ્લા પંચાયત ખાતે  વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓએ અગાઉથી જાહેર કર્યા મુજબ સામુહીક રજા રાખી સુત્રોચ્ચાર કર્યા હતા.

આજે જિલ્લા પંચાયત ખાતે કર્મચારી સંગઠનના આગેવાનોએ રણનીતી અંગે માર્ગદર્શન આપેલ. આજે સામુહીક રજા અને ધરણામાં પીએન મારૃ, એન.એમ.જાડેજા, એસ.એન.રાઠોડ, એ.એલ.વાળા, રાજેશ પરમાર, પ્રતીક પાણખાણીયા, એ.એલ.જોટાણીયા, ડી.વી.વાગડીયા, આર.આર.સાગઠીયા વગેરે વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા. ટેકનીકલ કર્મચારી મંડળના પ્રમુખ અવાડીયાએ માર્ગદર્શન આપ્યું હતું.  રાજય પંચાયત સેવા કર્મચારી મંડળના આદેશ મુજબ જુની પેન્શન યોજના ફરી શરૃ કરવા સહીતની માંગણીઓ સાથે આજે માસ સી એલ કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો હતો. બપોર બાદ આગળના કાર્યક્રમ બાબતે ચર્ચા થશે.

(4:09 pm IST)