Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

ભીચરી પાસે સંજય પાનસુરીયાની વાડીમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : જુગાર રમતા ૮ ઝડપાયા

હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા અને વિજયરાજસિંહ જાડેજાની બાતમી : ૬૧ હજાર રોકડા, ૭ મોબાઇલ અને ૩ બાઇક મળી ૧.૮૨ લાખનો મુદ્દામાલ કબ્જે : વાડી માલીક સંજય અને મંજુલા

રાજકોટ,તા. ૧૭ : માલીયાસણ નજીક ભીચરી ગામની સીમમાં આવેલ વાડીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મહિલા સીહત આઠ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભીચરી ગામ પાસે આવેલી સંજય જીણાભાઇ પાનસુરીયાની  વાડીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના હેઠ કોન્સ. દેવશીભઇ ખાંભલા તથા વિજયરાજસિંહ જાડેજાને બાતમી મળતા ભીચરી ગામ નજીક ગેસ પ્લાન્ટની બાજુમાં આવેલી વાડીમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા વાડીમાં જ રહેતા જયેશ ચંદુભાઇ કેરાળીયા, જુનો મોરબી રોડ જમના પાર્કમાં રહેતા ગીતાબા ઉતમસિંહ ઝાલા, મોરબી રોડ બ્રહ્માણી પાર્કમાં રહેતા મનસુખભાઇ ગગજીભાઇ બાવળીયા, વિપુલ પ્રવિણભાઇ વોરા, રૈયાગામ શેરી નં. ૧૧ના લાખા ખોડાભાઇ વકાતર, જામનગર રોડ મનહરપુર -૧ના ધના રાણાભાઇ ચૌહાણ, કોઠારિયા રોડ મહેશ્વરી સોસાયટીના મુકતાબેન હસમુખભાઇ વેકરીયા અને લાલપરી પાસે જુના માર્કેટીંગ યાર્ડની બાજુમાં ૨૫ વારીયા કવાર્ટરમાં રહેતા મંજુલાબેન કલ્યાણદાસભાઇ અગ્રાવતને પકડી લઇ રૃા. ૬૧,૫૦૦ની રોકડ, સાત મોબાઇલ ફોન તથા ત્રણ બાઇક મળી રૃા. ૧,૮૨,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે માલીયાસણ ગામમાં  રહેતા વાડી માલીક સંજય જીણાભાઇ પાનસુરીયાની શોધખોળ આદરી છે. આ કામગીરી પીઆઇ વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.ડી.પટેલ, તથા હેડ કોન્સ. દેવશીભાઇ, વિજયરાજસિંહ, મયુરભાઇ, મુકેશભાઇ તથા નિલેશભાઇ ડામોર દ્વારા કરવામાં આવી હતી.

(4:08 pm IST)