Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

મનપા દ્વારા ફન રન અને સ્‍વચ્‍છતા શપથ ઇવેન્‍ટ યોજાઇ

રાજકોટ : નેશનલ ગેઇમ્‍સ, ગુજરાત -૨૦૨૨ની વિવિધ સ્‍પોર્ટસ સ્‍પર્ધાઓ ગુજરાતના જુદાજુદા શહેરોમાં યોજાનાર છે, જેમાં બે સ્‍પોર્ટસ હોકી અને સ્‍વિમિંગની સ્‍પર્ધાઓનું યજમાન રાજકોટ બનશે. નેશનલ ગેઈમ્‍સના યજમાન બનવાનો અવસર રાજકોટ શહેરને મળ્‍યો છે એ હકિકત રાજકોટ માટે ખુબ જ ગૌરવપૂર્ણ છે.ᅠરાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૧૫ થી ૧૮ᅠસપ્‍ટેમ્‍બર દરમ્‍યાન શહેરમાં યોજાનાર ‘સ્‍પોર્ટ્‍સ કાર્નિવલ' માં શહેરીજનો માટે અલગ અલગ સ્‍પોર્ટ્‍સ યોજવામાં આવશે જેમાં આજે ત્રીજા દિવસે તા. ૧૭નાં રોજ સવારે ૭ કલાકે આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે ફનરન ઇવેન્‍ટ યોજાઈ હતી. જેનો શુભારંભ મેયર ડો. પ્રદિપ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, નાયબ મ્‍યુનિ. કમિશનર ચેતન નંદાણી દ્વારા કરવામાં આવ્‍યો. ત્રણ કિલોમીટર લાંબી ફનરનમાં બહોળી સંખ્‍યામાં શહેરીજનો જોડાયા હતા. આ સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્‍વચ્‍છતા શપથ ઇવેન્‍ટ યોજવામાં આવી તેમાં મોટી સંખ્‍યામાં લોકોએ સ્‍વચ્‍છતાના શપથ લીધા હતા.

(4:07 pm IST)