Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

વિભાવરીબેન દવેના સાસુનો દેહવિલયઃ કાલે અનોખી પ્રાર્થના સભા

રાજકોટ : ભાવનગરના વર્તમાન ધારાસભ્ય અને રાજયના પૂર્વ મંત્રી વિભાવરીબેન દવેના સાસુ જયદેવીબેન ઉપેન્દ્રભાઇ દવે (ઉ.વ.૯૪)નું નિધન થયેલ છે દવે પરિવારના આ અંતિમ મોભીએ જીવન પર્યત ચાર પેઢીને હસતા રમતા જોઇ છે પરિવારનો પ્રેમ હૂંફ અને સેવા મળ્યા તેનાથી સંંપૂર્ણ સંતુષ્ટિ સાથે દેવલોક પામ્યા છે તેમની અંતિમ ઇચ્છા મુજબ લૌકીક વ્યવહાર કે બેસણું રાખેલ નથી પરંતુ વિશિષ્ટ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રાર્થના સભામાં કોઇ શોક યુકત વાતાવરણ નહી હોય હસી ખુશી દ્વારા પરંપરાગત ચીલાથી અલગ આ પ્રાર્થના સભા હશે જેમાં તેમની અંતિમ ઇચ્છા મુજબ એક મેળાવડા જેવું વાતાવરણ હશે પ્રાર્થના સભા કાલે તા. ૧૮ ને રવિવારે સાંજે ૪ થી ૬માં ઓમ પ્લાઝા ડોન ચોક ખાતે રાખેલ છે. (વિભાવરીબેનનો મો. ૯૯૭૮પ પપ૮૮૮ ભાવનગર)

(4:07 pm IST)