Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

મોબાઇલ મુકી કામમાં ધ્યાન આપવાનું પિતાએ કહેતા વિશ્વજીતનો આપઘાત

હાથીખાનાના બંગાળી યુવાને એસિડ પી લીધું હતું: સારવારમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૭: હાથીખાના શેરી નં. ૬માં રહેતાં વિશ્વજીત ઉત્તમભાઇ ખાંગા (બંગાળી) (ઉ.વ.૨૧) નામના યુવાને ગત તા. ૬/૯ના રોજ એસિડ પી લેતાં સારવાર મા૭ે સિવિલમાં અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેનું આજે મોત નિપજ્યું છે. મોબાઇલ બાબતે પિતાએ ઠપકો આપતાં પગલુ ભર્યુ હતું. વિશ્વજીત  બે ભાઇમાં નાનો હતો અને પિતા તથા ભાઇ સાથે સોની બજારમાં સોની કામ કરતો હતો. તેને પિતાએ મોબાઇલમાં વધુ ધ્યાન આપવાને બદલે ધંધામાં, કામમાં ધ્યાન આપવાનું કહી ઠપકો આપતાં ગત છઠ્ઠી તારીખે તે એસિડ પી ગયો હતો. સારવાર કારગત ન નિવડતાં દમ તોડી દીધો હતો. એ-ડિવીઝન પોલીસે જરૃરી કાર્યવાહી કરી હતી.

(4:45 pm IST)