Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

જનરલ બોર્ડની સાથે-સાથે

  • આજે યોજાયેલ બોર્ડમાં ભાજપના ૬૮ પૈકી ૬૦ કોંગ્રેસના ર તથા માન્‍ય ર સહિત કુલ ૭ર પૈકી ૬૪ સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. ભાજપના ૮ કોર્પોરેટરોએ અગાઉની રજા રીપોર્ટ આપ્‍યા હતા.
  • આજની સભામાં ૩ દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવ્‍યા હતા. જેમાં વાવડી -સીપાઇ જમાત વકફ ટ્રસટ-વાવડીને કબ્રસ્‍તાન માટે સરકારી ખરાબાની જમીનમાં નીમ કરવાની દરખાસ્‍ત પેન્‍ડીંગ તથા વોર્ડ નં.૧પમાં મારૂતી ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં આવેલ મુરલીધર વે બ્રીજની બાજુમાં આવેલ જુનો વડાળીનો માર્ગ તરીકે ઓળખાતા રસ્‍તાને રામનાથ ઇન્‍ડસ્‍ટ્રીઝ મેઇન રોડ નામકરણ કરવા અંગે તથા નગર પ્રાથમીક શિક્ષણ સમિતિનું રોજ કામ જાણમાં લેવાની દરખાસ્‍ત સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ.
  • દિવાળી પહેલા શહેરના રાજમાર્ગો પર પડેલ તમામ જગ્‍યાના ખાડા બુરવામાં આવ્‍યા છે.અને હજી પણ આ કામગીરી ચાલુજ છે અને હજી પણ જયાં ખાડા હશે ત્‍યાં ચોમાસા બાદ દિવાળી પહેલા બુરવામાં આવશે મેયર ડો. પ્રદિપ ડવની ગેરન્‍ટી
  • ભારે વરસાદમાં પણ મ.ન.પા.ના કર્મચારીઓ કામગીરી કરે જ છે વિપક્ષને શાસકોની ટકોર
  • ભારતનું પ્રથમ રામવન રાજકોટના વોર્ડ નં.૧પમાં બનાવવામાં આવ્‍યું છે ખરેખર વશરામભાઇએ આભાર માનવો જોઇએ : જયમીન ઠાકર
(4:04 pm IST)