Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

પત્નિને ત્રાસ આપીને આપઘાતની ફરજ પાડવાના કેસમાં મેટોડાના ઉદ્યોગપતિની જામીન અરજીને કોર્ટે ફગાવી દીધી

રાજકોટ,તા. ૧૭ : મુળ રૈયાગામના રહીશ અને હાલ રૈયારોડ પર દર્શન પાર્કમાં રહેતા અને મેટોડા મુકામે ફેકટરી ધરાવતા નામાંકિત ઉદ્યોગપતિ યોગેશ ભીખાભાઈ સાકરીયાએ તેની પત્નિ મિતલને નાની વાતમાં મેણાટોણા મારી તારા બાપના ઘરેથી કાંઈ સંસ્કાર લાવેલ નથી, તારા બાપે કાઈં શીખવાડેલ નથી તેવો શારીરીક માનસીક ત્રાસ આપી મરણ જનારને તેના માવતર લઈ જઈ ત્યાં માર મારી ભંુડી ગાળો આપી કુવામાં કે ડેમમાં પડી મરી જાજે પણ મારા ઘરે આવતી નહી, મને બીજી સતર મળી જશે તેમ કહી મરણ જનારને તેણીના પતિ યોગેશ સાકરીયા ઘ્વારા આપવામાં આવેલ અસહય ત્રાસથી કંટાળી મરણ જનારે ગળાફાંસો ખાઈ કરેલ આત્મહત્યાના ગુન્હાના કામે જેલ હવાલે રહેલ પતિની જામીન અરજી રાજકોટના એડી. સેશન્સ જજ જે.આઈ. પટેલે નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઈએ તો, જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નગપુર ગામના વતની અને જામનગરમાં રણજીત સાગર રોડ પર ખોડીયાર પાર્કમાં રહેતા ગુજરનારના ભાઈ ચેતનભાઈ રતીલાલભાઈ કપુરીયાએ તેણીના બહેન મિતલબેનના પતિ (૧) યોગેશભાઈ ભીખાભાઈ સાકરીયા (ર) સાસુ પ્રભાબેન ભીખાભાઈ સાકરીયા વીરૃઘ્ધ યુનીવર્સીટી પોલીસ સ્ટેશન રાજકોટમાં એ મતલબની ફરીયાદ નોધાવેલ કે ફરીયાદીના નાના બહેન મિતલબેનને યોગેશ ભીખાભાઈ સાકરીયા સાથે પરણાવેલ હોય જયાં સંયુકત કુટંુબમાં તેણીના પતિ, સાસુ, સસરા સાથે રહેતા હોય અને પંદર વર્ષના લગ્ન જીવન દરમીયાન સંતાનમાં દિકરો નૈતીકનો જન્મ થયેલ અને દિકરી નંદીની દતક લીધેલ હોય, મારી બેનના લગ્નના ત્રણેક વર્ષ બાદ તેણીના પતિ તથા સાસુ દ્વારા નાની નાની બાબતોમાં મેણા ટોણા મારી તારા બાપના ઘરેથી કાંઈ સંસ્કાર લાવેલ નથી તારા બાપે કાંઈ શીખવાડેલ નથી તેમ શારીરીક માનસીક ત્રાસ આપતા હોય છતા ગુજરનાર મંુગા મોઢે સહન કરતા અને આઠેક મહીના પહેલા ગુજરનારના પતિ યોગેશભાઈનો ફરીયાદીના પિતા ઉપર ફોન આવેલ કે તમારી દીકરીને લઈ જાવ મારે જોઈતી નથી તેમજ એકાદ મહીના પહેલા ગુજરનારને તેના પતિ માવતર લઈને આવેલ ત્યાં બોલાચાલી કરી મારી બહેનને ઝાપટો મારી દીધેલ અને બુટ કાઢી મારવા જતા વચ્ચે પડી છોડાવેલ તે સમયે ભુંડી ગાળો આપી ગમે ત્યાં કુવામાં કે ડેમમાં પડીને મરી જાજે પણ ઘરે આવતી નહી, બીજી સતર મળી જાશે તેમ કહી ગુજરનારનો ફોન ઝુંટવી લઈ જતા રહેલ બાદ ગુજરનારને તેના દિકરાની ચિંતા થતા રાજકોટ સાસરે ગયેલ જયાં તેણીને મરવા મજબુર કરતા ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરેલ સબંધે પતિ તથા સાસુ સામે ફરીયાદ નોધાવવામાં આવેલ.

ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી ગુજરનારના પતિ યોગેશ ભીખાભાઈ સાકરીયાએ રેગ્યુલર જામીન પર મુકત થવા સેશન્સ કોર્ટમાં કરેલ જામીન કરેલ જેની સામે મુળ ફરીયાદી વતી એડવોકેટ તરંગ બાલધા દ્વારા વિગતવારના વાંધા રજુ કરી સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ હતી.

કોર્ટે બન્નેપક્ષેની રજુઆતો, ત.ક. અધીકારીનંુ સોગંદનામું, પોલીસ પેપર્સ વચાંણે લેતા જેમા પતિ તથા સાસુ શારીરીક તથા માનસીક ત્રાસ આપતા હોવાનુ જણાય આવેલ છે તપાસ હજી ચાલુ છે મહત્વના તબકકે પેન્ડીંગ છે અરજદાર સાક્ષી પુરાવા ફોડે તેવી શકયતા રહેલી છે તપાસ પ્રભાવીત થવાની શકયતા રહેલ છે તેમ માની અરજદારની જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં મુળ ફરીયાદી વતી ચેતન કપુરીયા વતી રાજકોટના એડવોકેટ તરંગ એમ.બાલધા, વિમલ બી.અકબરી, પરેશ મૈયડ, અનીલ ડાકા, રૃપાબેન ભાયાણી, સોહીલ રામાણી તથા સરકાર તરફે રક્ષીત કલોલા રોકાયેલ હતા.

(4:00 pm IST)