Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

નોવા હોટેલ્‍સ દ્વારા કાલે વેલકમ નવરાત્રી ઈવેન્‍ટ

ગ્રીનલીફ કલબમાં આયોજનઃ ખેલૈયાઓ ઝુમશે વેલકમ નવરાત્રી મહોત્‍સવમાં: બાળકો માટે વિશેષ વ્‍યવસ્‍થાઃ સેલ્‍ફીઝોનની સુવિધા

રાજકોટઃ ખેલૈયાઓ  માટે રાજકોટમાં નોવા હોટેલ્‍સ દ્વારા આ વર્ષે ફરી એકવાર આવતીકાલે તા.૧૮ સપ્‍ટેમ્‍બર રવિવારે રાજકોટ- જામનગર હાઈવે પર આવેલ ગ્રીન લીફ કલબ ખાતે ‘વેલકમ નવરાત્રી' રાસોત્‍સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવેલ છે.

આ વેલકમ નવરાત્રીમાં સૌરાષ્‍ટ્રનાં પ્રખ્‍યાત અને ખેલૈયાઓ જેમના સુર પર થનગની ઉઠે છે તેવા રાહુલભાઈ મહેતા, તેજસભાઈ શીશાંગિયા અને ચાર્મીબેન રાઠોડના તાલે ખેલૈયાઓ ગરબે ઘુમશે. ખેલૈયાઓ માટે તદ્દન પારીવારિક અને સુરક્ષિત વાતાવરણમાં ગ્રીન લીફ કલબ ખાતે વેલકમ નવરાત્રી યોજાશે.

આ વેલકમ નવરાત્રી ઈવેન્‍ટમાં સ્‍પેશ્‍યિલ સરપ્રાઈઝ રાઉન્‍ડ, સ્‍પેશિયલ કન્‍ટેન્‍ટ રાઉન્‍ડ અને ફાયર વકર્સ ચાર ચાંદ લગાડશે. નોવા હોટેલ આયોજિત વેલકમ નવરાત્રી ઈવેન્‍ટમાં બાળકો માટે ખાસ પ્‍લે એરિયાની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. તેમજ સેલ્‍ફીઝોન પણ રાખવામાં આવેલ છે.

આ ઈવેન્‍ટમાં સોશિયલ મીડિયા ઈન્‍ફલુએન્‍સર, જાણીતા અને લોકપ્રિય  કલાકારો તેમજ શહેરના મહાનુભાવોની ઉપસ્‍થિતિ ખેલૈયાઓનો ઉત્‍સાહ વધારશે. વેલકમ નવરાત્રી ઈવેન્‍ટ માટે સૌમિલ પટેલ, ચિંતન વેગડ, મનોજ યાદવ, રાજ નથવાણી, આદિત્‍યસિંહ વાઢેર, મયુરધ્‍વજસિંહ રાયજાદા જહેમત ઉઠાવી રહ્યા છે.

વેલકમ નવરાત્રી ૨૦૨૨ ઈવેન્‍ટમાં અકિલા સાંધ્‍યદૈનિક મીડિયા પાર્ટનર તરીકે જોડાયેલ છે. ઈવેન્‍ટના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખેલૈયાઓ પરિવાર સાથે ઈવેન્‍ટમાં ગરબે ઘુમી શકે તે માટે પાસની કિંમત સૌને પરવળે તે માટે ૨૦૦ રૂપિયા રાખવામાં આવી છે. પાસ માટે ખેલૈયાઓ સૌમિલ પટેલનો

મો.૯૯૦૪૦ ૦૦૦૯૩ પર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:57 pm IST)