Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

કાલે કમિશનર અને મેયર ઇલેવન વચ્ચે ક્રિકેટ જંગ

નેશનલ ગેમ્સ સ્પોર્ટસ કાર્નિવલ અંતર્ગત

રાજકોટ,તા. ૧૭ : તા. ૨૯-સપ્ટેમ્બર થી તા. ૧૨-ઓકટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ ની વિવિધ સ્પોર્ટસ સ્પર્ધાઓ જુદાજુદા શહેરોમાં યોજાનાર છે, જેમાં બે સ્પોર્ટસ હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટમાં યોજાનાર છે. નેશનલ ગેઈમ્સના યજમાન બનવાનો અવસર રાજકોટ શહેરને મળ્યો છે નેશનલ ગેમ્સ પૂર્વે લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા હાલ તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત કાલે તા. ૧૮ને રવિવારે સાંજે ૬ કલાકે શ્રી માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે કમિશનર ઇલેવન અને ઙ્ગમેયર ઇલેવન વચ્ચે ૧૦-૧૦ ઓવરનો ક્રિકેટ મેચ યોજાનાર છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'સ્પોર્ટ્સ કાર્નિવલ'માં શહેરીજનો માટે અલગ અલગ ગેમ્સ અને એકટીવીટીઝ યોજવામાં આવી રહી છે, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાઈ રહયા છે. વધુ ને વધુ લોકો તેમાં સામેલ થઇ આ અવસરને યાદગાર બનાવવામાં સહભાગી થાય તેવી મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયાએ અપીલ કરી હતી.

બન્ને ટીમો

મેયર ઇલેવન

પુષ્કરભાઇ પટેલ, પરેશભાઇ પીપળીયા, કેતનભાઇ પટેલ, અશ્વિનભાઇ પાંભર, મનિષભાઇ રાડીયા, કાળુભાઇ કુંગશીયા, પરેશભાઇ પીપળીયા (પી.પી.), બાબુભાઇ ઉધરેજા, દેવાંગભાઇ માંકડ, દિલીપભાઇ લુણાગરીયા, જયમીનભાઇ ઠાકર, નિલેષભાઇ જલુ, હાર્દિકભાઇ ગોહિલ, નરેન્દ્રભાઇ વાઘેલા

કમિશનર ઇલેવન

અમિત અરોરા, આંશિષ કુમાર, સી.કે. નંદાણી, એ.આર.સિંહ, હિમાંશુ દવે, જે. ડી. કુકડીયા, એસ.જે. ધડુક, દિગ્વિજયસિંહ તુવર, પ્રવેશ સોલંકી, અમિત ડાભી, જીતેન્દ્રસિંહ ઝાલા, નીરજ વ્યાસ, રાજેશ ભલોડીયા, ગૌરવ દવે, એમ.જે.ટાંક, એસ.જે. સીતાપરા

(3:56 pm IST)