Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

રસ્‍તાઓ તુટવા અંગે હાઇકોર્ટના નિવૃત જજની દેખરેખ હેઠળ તપાસ કરાવો

‘‘આપ''ના કોર્પોરેટરો વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇની તંત્ર સામે માંગ

રાજકોટ તા.૧૭ : મ.ન.પા.ના જનરલ બોર્ડમાં આજે ૩ર પ્રશ્નો પુછવામાં આવ્‍યા હતા. વિપક્ષ કોંગ્રેસ દ્વારા વોકઆઉટ કરવામાં આવેલ જયારે અન્‍ય વિપક્ષ ‘‘આપ''ના કોર્પોરેટરોએ શાસકો સામે બાથ ભીડી હતી.

વોર્ડ નં. ૧પના ‘‘આપ''ના કોર્પોરેટર કોમલબેન ભારાઇ અને વશરામભાઇ સાગઠીયાએ યાદીમાં જણાવેલ કે, મહાનગર પાલીકાના ત્રણ ઝોન છે. અને ઝોન દીઠ ૧૦ કરોડ એકશન પ્‍લાનના રોડ બનાવવા માટે ફાળવવામાં આવ્‍યા છે.એક વર્ષમાં પેચ વર્ક માટે ૬ કરોડ જેટલો ખર્ચ થાય છે. તો પણ એકજ વરસાદમાં રોડ-રસ્‍તાઓ તુટી જવા પામે છે, ત્‍યારે આ બાબતે તંત્ર દ્વારા હાઇકોર્ટના નિવૃત જજની દેખરેખમાં તપાસ થવી જોઇએ તેવી માંગ કરી હતી.

(3:27 pm IST)