Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

સ્વર સાધના દ્વારા કાલે મ્યુઝીકલ પ્રોગ્રામ

ગાયકો એચ.પી.પટેલ, ધીરૃભાઇ કનેરીયા, ફાલ્ગુની પટેલ, સંજય રાવલ, દિપક જાની, દિલીપસિંહ ડોડીયા, જહાનવી દાવડા, વંદના વ્યાસ, જાગૃતિ દુબલ, મહેશભાઇ દુદકીયા, જનકભાઇ રવેશીયા, ભાવના વસાણી

રાજકોટઃ જીવનને કાયમ માટે ચેતનવંતુ તેમજ ચિન્તા મુકત રાખવા સ્થાયી ઇલાજ એટલે સંગીત, સંગીતની સુરાવલીઓ એ જ સંગીત થેરાપીઃ આ ઇલાજને જાળવી રાખવાનો એક નમ્ર પ્રયાસ એટલે સંગીત સંધ્યા. સંધ્યા સમયે 'મ્યુઝીકલ પ્રોગ્રામ'ના શિર્ષક અંતર્ગત સંગીતમય ૃસાંજનો એક અલૌકિક કાર્યક્રમ નિવૃત પ્રાધ્યાપકશ્રી એચ.પી. પટેલ નિર્મિત એચપી મ્યુઝીકલ સ્ટુડીઓ સ્વર સાધના દ્વારા આયોજીત મ્યુઝીકલ પ્રોગ્રામનું આયોજન રવિવાર તા.૧૮ના રોજ સાંજના ૫.૪૫ મીનીટે ઇવનીંગ પોસ્ટના સીનીયર સીટીઝન પાર્ક, જીલ્લા બેન્ક ભવનની પાસે, પ્રભુકૃપા હોસ્પીટલ સામે, જયુબેલી ગાર્ડનના આઉટ ગેસ્ટ સામે, કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં સ્વર સાધનાના ગાયક કલાકારો શ્રીએચ.પી.પટેલ, શ્રીધીરૃભાઇ કનેરીયા, શ્રીફાલ્ગુની પટેલ, શ્રીસંજય રાવલ, શ્રીદિપક જાની, શ્રીદિલિપસિંહ ડોડીયા, શ્રીમહેશભાઇ દુદકીયા, શ્રીજનકભાઇ રવેશીયા, તેમજ ભાવના વસાણી દ્વારા હીન્દી ફીલ્મ જગતના સુમધુર ગીતોનો ગુલદસ્તો પીરસસે તેમ સ્વર સાધનાના સંચાલક શ્રીએચ.પી. પટેલ (મો.૯૪૦૯૫ ૭૧૮૨૯)

(4:04 pm IST)