Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

લીમડાચોક પાસે જાણી જોઇને ભટકાઇને બે ગઠીયાએ ધવલભાઇનો મોબાઇલ સેરવી લીધો

મિત્રો સાથે ચાલીને શાસ્ત્રી મેદાનમાં કૃષીમેળામાં જતા'તા

રાજકોટ તા.૧૭: શાસ્ત્રીમેદાન પાસે લીમડાચોકમાં ચાલીને જઇ રહેલા યુવાન સાથે જાણીજોઇને ભટકાઇને બે ગઠીયા મોબાઇલ ફોન ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયારોડ બાપા સીતારામચોક પાસે દર્શનપાર્ક શેરી નં.૧માં રહેતા ધવલભાઇ ભરતભાઇ શાહ(ઉ.૪૨)એ એ.ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છેકે પોતે શાસ્ત્રીમેદાન સામે ઈમ્પીરીયા બિલ્ડીંગમાં આઠમા માળે આવેલ એમ.બીટ.ઇન્વેસ્ટ પ્રા.લી.માં એરીયા મેનેજર તરીકે નોકરી કરે છે. ગઇકાલે પોતે પોતાના મિત્ર વસીમભાઇ નારેજા અને  હાર્દીકભાઇ બુટાણી ત્રણેય શાસ્ત્રીમેદાનમાં આવેલ કૃષીમેળો જોવા માટે ચાલીને જતા હતા ત્યારે લીમડાચોકમાં પહોંચતા બે અજાણ શખ્સો પોતાની સાથે ભટકાયા હતા. પોતાને મોબાઇલ ફોનમાં બ્લુટુથમાં વાત ચાલુ હોઇ થોડે દૂર જતા પોતાના ફોનમાં વાત ચાલતી હતી. જે કટ થઇ જતા પોતેપોતાના શર્ટના ઉપરના ખીસ્સામાં રાખેલ મોબાઇલ ફોન ચેક કરતા મોબાઇલ જોવામાં ન આવતા પોતે આસપાસ તપાસ કરતા મોબાઇલ ફોન મળ્યો ન હતો. આથી બે અજાણ્યા શખ્સોએ જાણી જોઇ પોતાની સાથે ભટકાઇને ખીસ્સામાંથી રૃા.૧૨ હજારની કિંમતનો મોબાઇલ કાઢી લીધો હોવાની ખબર પડતા પોતે એ–ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ. કે.એસ.સાંકળીયાએ તપાસ હાથધરી છે.

(3:24 pm IST)