Gujarati News

Gujarati News

News of Saturday, 17th September 2022

સાંગણવા ચોક પાસે ક્રિકેટ મેચો પર સટ્ટો રમતો હિરલ મહેતા પકડાયો

રજપુતપરામાં વરલીનો જુગાર રમતો રાજુ ઝડપાયો

રાજકોટ તા. ૧૭: શહેરના સાંગણવા ચોક પાસે ડીસીપી ઝોન-ર ની એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ સાંગણવા ચોક પાસે એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની બાતમી મળતા ડીસીપી ઝોન-ર ની એલસીબીના પી.એસ.આઇ. આકાશ બારસીયા તથા કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા સહિતે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હિરલ કમલેશભાઇ મહેતા (ઉ.વ. ૩૮) (રહે. રેસકોર્ષ રીંગ રોડ વિઠ્ઠલ એપાર્ટમેન્ટ) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં એ-ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ. હારૃનભાઇ ચાનીયા તથા કોન્સ. હરપાલસિંહ જાડેજા સહિતે રજપુતપરા મેઇન રોડ ખોડીયાર ચેમ્બર પાસે વરલી ફીચરનો જુગાર રમતા રાજુ અમૃતલાલ પરમાર (ઉ.વ.પર) (રહે. જામનગર રોડ પરાસર પાર્ક) ને પકડી લઇ રૃા. ૪૦૦૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી.

(3:16 pm IST)